11:61 સમૂદીઓ માટે સાલેહ(અ.સ.) આવ્યાં...
પારા નંબર:- 12| (11). સુરહ હુદ
આયત નં.:- 61
====================
وَاِلٰى ثَمُوۡدَ اَخَاهُمۡ صٰلِحًاۘ قَالَ يٰقَوۡمِ اعۡبُدُوا اللّٰهَ مَا لَـكُمۡ مِّنۡ اِلٰهٍ غَيۡرُهٗ ؕ هُوَ اَنۡشَاَكُمۡ مِّنَ الۡاَرۡضِ وَاسۡتَعۡمَرَكُمۡ فِيۡهَا فَاسۡتَغۡفِرُوۡهُ ثُمَّ تُوۡبُوۡۤا اِلَيۡهِ ؕ اِنَّ رَبِّىۡ قَرِيۡبٌ مُّجِيۡبٌ (61)
(61). અને સમૂદની કોમ તરફ તેમના ભાઈ સાલેહ(અ.સ.)ને મોકલ્યા તેમણે કહ્યું કે અય મારી કોમ તમે અલ્લાહની ઈબાદત કરો તેના સિવાય તમારો કોઈ રબ નથી, તેણે જ તમને જમીનથી પૈદા કર્યા અને તેણે જ તમને જમીન પર વસાવ્યા છે, તેથી તમે તેની પાસે માફી માંગતા રહો અને તેની તરફ જ ધ્યાનમગ્ન રહો, બેશક મારો રબ ઘણો નજીક છે અને દુઆઓને કબુલ કરવાવાળો છે.
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તફસીર(સમજૂતી)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
"અમે સમૂદની તરફ મોકલ્યા" આ કોમ તબૂક અને મદીનાની વચ્ચે મદાયન(હિજ્ર) માં વસવાટ કરતી હતી અને આ લોકો આદની કોમ પછી આવ્યા, હઝરત સાલેહ(અ.સ.)ને અહીં પણ સમૂદનો ભાઈ તરીકે ઓળખાવ્યા છે જેનાથી આશય તેમના જ ખાનદાન કે કબીલા માંથી એક વ્યક્તિ.
હઝરત સાલેહ (અ.સ.)એ પણ સૌપ્રથમ પોતાના કોમના લોકોને તોહીદ (એક અલ્લાહ ની બંદગી) માટે આમંત્રિત કર્યા હતા, જેમ કે તમામ પયગંબરોની પ્રથા હતી.
"જમીનથી પૈદા કર્યા" એટલે કે તમારી શરુઆત તેણે ધરતીમાંથી (એટલે કે માટીથી) કરી એવી રીતે જેમ કે તમારા પિતા આદમ (અ.સ.)ને માટીમાંથી બનાવવામાં આવ્યા હતા અને આદમ (અ.સ.)થી તમામ માનવીઓનો જન્મ થયો હતો, એટલે કે તમામ મનુષ્યો ધરતીમાંથી પેદા થયા હતા. અથવા તેનો અર્થ એ પણ થઈ શકે કે તમે જે કંઈ પણ ખાઓ છો, તે બધું જમીનમાંથી જ ઉપજે છે અને તે ખોરાકમાંથી શુક્રાણુ બને છે. જે માતાના ગર્ભમાં જઈને માનવ અસ્તિત્વ તરફ દોરી જાય છે.
"જમીન પર વસવ્યા છે" એટલે કે, જમીન પર વસવાટ કરવાની ક્ષમતા તમારી અંદર બનાવવામાં આવી, જેનાથી તમે રહેવા માટે ઘરો બાંધો છો, ખોરાક માટે ખેતી કરો છો અને જીવનની અન્ય જરૂરિયાતો પૂરી પાડવા માટે વેપાર-ઉદ્યોગ અને હસ્તકલા અને કારીગરીના કામ કરો છો.