11:60 દુનિયામાં પણ લાનત અને કયામતના દિવસે પણ...

 પારા નંબર:- 12| (11). સુરહ હુદ 

આયત નં.:- 60 

====================


وَاُتۡبِعُوۡا فِىۡ هٰذِهِ الدُّنۡيَا لَعۡنَةً وَّيَوۡمَ الۡقِيٰمَةِ‌ؕ اَلَاۤ اِنَّ عَادًا كَفَرُوۡا رَبَّهُمۡ‌ؕ اَلَا بُعۡدًا لِّعَادٍ قَوۡمِ هُوۡدٍ (60)

(60). અને દુનિયામાં પણ તેમની પાછળ લાનત લગાવી દીધી અને કયામતના દિવસે પણ, જોઈ લો આદની કોમે પોતાના રબ સાથે કુફ્ર કર્યું, હુદની કોમ આદને ધુત્કારી દેવામાં આવી.

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

 તફસીર(સમજૂતી)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

લાનતનો અર્થ થાય છે અલ્લાહની દયાથી દૂરી, સારા પરિણામથી વંચિત રહેવું અને લોકો તરફથી નિંદા અને ધુત્કાર.

આ દુનિયામાં આ લાનત એ રીતે ઈમાનવાળાઓ માં હંમેશા દોષિત, નિંદનીય અને અણગમાના રૂપમાં અને કયામતના દિવસે અપમાનિત અને સખત યાતનાઓ ભોગવવી પડશે.


"આદને ધુત્કારી દેવામાં આવી" અહીં 

શબ્દ "بُعْد" નો અર્થ 'દયાથી દૂર' અને 'લાનત' અને 'બરબાદી' થાય છે, જેમ કે અગાઉ સમજાવ્યું હતું.