11:6 અલ્લાહ પર એવો ભરોસો કરો જેવો કરવાનો અધિકાર છે...

 وَمَا مِنۡ دَآ بَّةٍ فِى الۡاَرۡضِ اِلَّا عَلَى اللّٰهِ رِزۡقُهَا وَ يَعۡلَمُ مُسۡتَقَرَّهَا وَمُسۡتَوۡدَعَهَا‌ؕ كُلٌّ فِىۡ كِتٰبٍ مُّبِيۡنٍ (06)

(06) જમીન પર ચાલનારા કોઈ જાનદાર (સજીવ) એવો નથી કે જેનું રિઝ્ક (રોજીરોટી) અલ્લાહના શિરે ન હોય,  તે તેનું ઠેકાણું પણ જાણે છે અને તેને સોંપવાની જગ્યાને પણ જાણે છે, આ બધું જ સ્પષ્ટ કિતાબ(લોહે મોહફુજ) માં નોંધાયેલું જ છે.

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

 તફસીર(સમજૂતી)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

એટલે કે માત્ર માણસો જ નહીં પરંતુ ધરતી પર ફરતા સમગ્ર પ્રાણીઓ, જીવજંતુઓ અને કીડીઓની રોજીરોટી પણ અલ્લાહની જવાબદારી છે અને દરેક સજીવને તેના સ્થાને રોજી આપવી એ પણ અલ્લાહની જવાબદારી છે. આ આયતમાં જ્યાં અલ્લાહના રોઝી આપવાની સંપૂર્ણતાનું મૂલ્યાંકન કરવામાં આવે છે, ત્યાં તેના જ્ઞાનની વિશાળતાનું પણ મૂલ્યાંકન થાય છે.


અલ્લાહ પર ભરોસો રાખવાની ફઝીલત:- સૈયદના ઉંમર કહે છે કે આપ(ﷺ) કહ્યું: જો તમે અલ્લાહ પર એવો ભરોસો કરો જેવો કરવાનો અધિકાર છે, તો તમને પણ તે જ રીતે રોઝી આપવામાં આવશે જે રીતે પક્ષીઓને આપવામાં આવે છે, તેઓ સવારે ભૂખ્યા પેટે જાય છે અને સાંજે પેટ ભરીને પાછા આવે છે. (તિરમીઝી)


આયતના શબ્દો "مستقر " ઠેકાણું" અને "مستودع" ("સોંપણીની જગ્યા), શબ્દ مستودع એવા ગોડાઉનને પણ કહેવાય જ્યાં વસ્તુઓનો જથ્થો કરવામાં આવે છે અથવા અમાનતોને હિફાઝત કરીને રાખવામાં આવે છે આ બન્ને શબ્દોના ભાવાર્થ માં વ્યાખ્યાકારો વચ્ચે મતભેદ છે તેમાંથી અહીં વ્યાખ્યાકારે ઇબ્ને અબ્બાસ (ર.અ.)ના અભિપ્રાયને અપનાવ્યો છીએ.  તેમના મતે, શબ્દ مستقر એવી જગ્યા છે જ્યાં વ્યક્તિએ આ દુનિયામાં (તેના મોટા ભાગનુ જીવન) જીવ્યું છે અને શબ્દ مستودع એવી જગ્યા છે જ્યાં તેને દફનાવવામાં આવ્યો છે અને અલ્લાહ દરેક સજીવની આ બે જગ્યાઓનુ જ્ઞાન જાણે છે.


કિતાબ મુબીનથી આશય લોહે મહેફુઝ છે જેવી રીતે કે ઘણી હદીસો માં છે.