11:59 એક રસૂલનો ઇનકાર એ બધા જ રસૂલના ઇનકાર સમાન છે...
પારા નંબર:- 12| (11). સુરહ હુદ
આયત નં.:- 59
====================
وَتِلۡكَ عَادٌۖ جَحَدُوۡا بِاٰيٰتِ رَبِّهِمۡ وَعَصَوۡا رُسُلَهٗ وَاتَّبَعُوۡۤا اَمۡرَ كُلِّ جَبَّارٍ عَنِيۡدٍ (59)
(59). આ હતી કોમ આદ, જેઓએ પોતાના રબની નિશાનીઓનો ઈન્કાર કર્યો અને તેના રસૂલોની નાફરમાની કરી અને દરેક અત્યાચારીના આદેશનુ પાલન કરતાં રહ્યાં.
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તફસીર(સમજૂતી)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
"તેના રસૂલોની નાફરમાની કરી" એટલે કે
ફક્ત એક જ પયગંબર હઝરત હુદ (અ.સ.)ને આદ કોમ તરફ મોકલવામાં આવ્યા હતા, અહીં અલ્લાહ સર્વશક્તિમાન કહે છે કે તેઓએ અલ્લાહના રસૂલો(સંદેશવાહકો)ની અવજ્ઞા કરી હતી. આનાથી કાં તો એ સ્પષ્ટ કરવાનો હેતુ છે કે એક રસૂલનો ઇનકાર એ બધા જ રસૂલના ઇનકાર સમાન છે. કારણ કે તમામ રસૂલો પર ઈમાન રાખવું જરૂરી છે. અથવા તેનો અર્થ એ છે કે આ કોમ પોતાના કુફ્ર અને અવજ્ઞામાં એટલી આગળ વધી ગઈ હતી કે હઝરત હુદ (અ.સ.) પછી જો અલ્લાહ એ આ કોમમાં ઘણાબધા રસુલો પણ મોકલ્યા હોત તો આ કોમ તે બધાને નકારી દેતી. અને તેઓથી ચોક્કસપણે અપેક્ષા ન કરવામાં આવી હતી કે તેઓ કોઈપણ રસૂલો પર ઈમાન લઈ આવતી. અથવા કદાચ હોય શકે કે અન્ય રસૂલો પણ મોકલવામાં આવ્યા હતા અને આ કોમે દરેકને નકારી કાઢ્યા હતા.
"અત્યાચારીના આદેશનુ પાલન કરતાં રહ્યા" એટલે કે અલ્લાહના રસુલોનો ઈન્કાર કર્યો, પરંતુ જેઓ વિદ્રોહી અને અલ્લાહના આદેશોની અવજ્ઞા કરતા હતા, તેઓનું આ કોમ એ અનુસરણ કર્યું.