11:57 જો મોઢું ફેરવશો તો તમને બદલીને બીજી કોમ લાવવામાં આવશે...

 પારા નંબર:- 12| (11). સુરહ હુદ 

આયત નં.:- 57 

====================


فَاِنۡ تَوَلَّوۡا فَقَدۡ اَبۡلَغۡتُكُمۡ مَّاۤ اُرۡسِلۡتُ بِهٖۤ اِلَيۡكُمۡ‌ ؕ وَيَسۡتَخۡلِفُ رَبِّىۡ قَوۡمًا غَيۡرَكُمۡۚ وَلَا تَضُرُّوۡنَهٗ شَيۡــئًا‌ ؕ اِنَّ رَبِّىۡ عَلٰى كُلِّ شَىۡءٍ حَفِيۡظٌ (57)

(57). જો તમે મોઢું ફેરવતા હોવ તો ફેરવી લો, જે સંદેશ આપીને હું તમારા પાસે મોકલવામાં આવ્યો હતો તે હું તમને પહોંચાડી ચૂક્યો છું. હવે મારો રબ તમારા સ્થાને બીજી કોમને લાવશે અને તમે તેનું કંઈ નહીં બગાડી શકો. નિઃશંક મારો રબ દરેક વસ્તુ પર દેખરેખ રાખે છે.''

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

 તફસીર(સમજૂતી)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

"સંદેશ હું તમને પહોંચાડી ચૂક્યો છું"

એટલે કે આના પછી મારી જવાબદારી ખતમ અને તમારા પર હુજ્જત લાગું થઈ ગઈ.


"તમે તેનું કંઈ નહીં બગાડી શકો" એટલે કે, તમારો નાશ કરીને બીજાને તમારી જમીનો અને સંપત્તિના માલિક બનાવી દેશે, તો તે(અલ્લાહ) આમ કરવા સક્ષમ છે અને તમે તેનું(અલ્લાહનું) કંઈપણ બગાડી શકતા નથી, પરંતુ તે(અલ્લાહ) તેની ઇચ્છા અને હિકમત મુજબ આવું કરતો રહે છે.


"મારો રબ દરેક વસ્તુ પર દેખરેખ રાખે છે" એટલે કે ચોક્કસ, તે(અલ્લાહ) મને તમારી દૂષિત છેતરપિંડી અને કાવતરાઓથી બચાવશે અને મને શેતાની યુક્તિઓથી પણ બચાવશે, ઉપરાંત, તે દરેક સારા અને ખરાબ વ્યક્તિને તેમના કાર્યો અનુસાર બદલો આપશે.