11:56 રબ નું સીધા માર્ગ પર હોવાનો મતલબ...

 પારા નંબર:- 12| (11). સુરહ હુદ 

આયત નં.:- 56 

====================


اِنِّىۡ تَوَكَّلۡتُ عَلَى اللّٰهِ رَبِّىۡ وَرَبِّكُمۡ ‌ؕ مَا مِنۡ دَآبَّةٍ اِلَّا هُوَ اٰخِذٌ ۢ بِنَاصِيَتِهَا ؕ اِنَّ رَبِّىۡ عَلٰى صِرَاطٍ مُّسۡتَقِيۡمٍ (56)

(56). મારો ભરોસો માત્ર અલ્લાહ પર છે જે મારો રબ પણ છે અને તમારો પણ. કોઈ જીવધારી એવો નથી જેની પેશાની(મસ્તક) તેના હાથમાં ન હોય. નિઃસંદેહ મારો રબ સીધા માર્ગ ઉપર છે.

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

 તફસીર(સમજૂતી)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

"પેશાની(મસ્તક) તેના હાથમાં ન હોય" એટલે કે જેના હાથમાં દરેક વસ્તુનું નિયંત્રણ છે, તે જ જાત છે જે મારો અને તમારો રબ છે અને હું તેના પર ભરોસો રાખું છું. આ શબ્દોથી હઝરત હુદ (અ.સ.)નો હેતુ એ છે કે તમે જેમને અલ્લાહના ભાગીદાર બનાવ્યા છે તેઓ પણ અલ્લાહના જ નિયંત્રણ હેઠળ છે, અલ્લાહ તેમની સાથે જે ઈચ્છે તે કરી શકે છે, તેઓ કોઈનું કંઈ કરી શકતા નથી.


"મારો રબ સીધા માર્ગ ઉપર છે" એટલે કે જે વ્યક્તિ તૌહીદની દાવત આપી રહી છે, ચોક્કસ આ દાવત જ સીધો માર્ગ છે અને તેનું અનુસરણ કરીને વ્યક્તિ મોક્ષ અને સફળતા પ્રાપ્ત કરી શકે છે અને આ સીધા માર્ગથી ભટકવું એ વિનાશ અને બરબાદીનુ કારણ છે. (અહસનુલ બયાન)


"મારો રબ સીધા માર્ગ ઉપર છે" એટલે કે આ અસિમીત નિયંત્રણ હોવા છતાં, અલ્લાહ તઆલા અદલ અને ન્યાયના સીધા માર્ગ પર છે કે તે ક્યારેય કોઈની સાથે અત્યાચાર અને જુલમ કરતો નથી.  જો કે, કેટલીકવાર તે તેના બંદાઓની ભૂલોને માફ પણ કરી દે છે અને તેનો બીજો અર્થ એ પણ થઈ શકે છે કે જેઓ અલ્લાહના સીધા માર્ગ પર ચાલે છે, અલ્લાહ હંમેશા તેમની સાથે છે અને દરેક સમયે તેમની સુરક્ષા કરે છે. (તયસુરુલ કુરઆન)