11:55 સત્ય પર પ્રબળ હોવાની પયગંબરની શૈલી નું દર્શન....
પારા નંબર:- 12| (11). સુરહ હુદ
આયત નં.:- 55
====================
مِنۡ دُوۡنِهٖ فَكِيۡدُوۡنِىۡ جَمِيۡعًا ثُمَّ لَا تُنۡظِرُوۡنِ (55)
(55). તેના(અલ્લાહના) સિવાય તમે સૌ ભેગા મળીને મારા વિરુધ્ધ ષડયંત્ર રચી લો અને મને સહેજ પણ મહેતલ ન આપો,
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તફસીર(સમજૂતી)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
અને જો તમે મારી વાત પર વિશ્વાસ ન કરો, પણ તમે તમારા દાવામાં સાચા છો કે આ મૂર્તિઓ કંઈક કરી શકે છે, તો હું હાજર છું, તમે અને તમારા દેવતાઓ મળીને મારી વિરુદ્ધ કંઈક કરીને બતાવો...
વધુમા આનાથી પયગંબરની શૈલીની દર્શન થાય છે કે તે એટલા આંતરદૃષ્ટિ પર હતાં કે તે પોતે સત્ય પર જ છે તેની ખાતરી હતી.