11:54 સાક્ષી રહેજો કે હું અલ્લાહના સિવાય બધાથી વિમુખ છું...

 પારા નંબર:- 12| (11). સુરહ હુદ 

આયત નં.:- 54 

====================


اِنۡ نَّقُوۡلُ اِلَّا اعۡتَـرٰٮكَ بَعۡضُ اٰلِهَتِنَا بِسُوۡٓءٍ‌ ؕ قَالَ اِنِّىۡۤ اُشۡهِدُ اللّٰهَ وَاشۡهَدُوۡۤا اَنِّىۡ بَرِىۡٓءٌ مِّمَّا تُشۡرِكُوۡنَ (54)

(54). "પરંતુ અમે તો એમ જ કહીંએ છે કે અમારા કોઈ મા'બૂદ(દેવતા) નો શ્રાપ લાગી ગયો છે", તેમણે (હુદ અ.સ. એ) જવાબ આપ્યો: "હું અલ્લાહને સાક્ષી બનાવું છું અને તમે પણ સાક્ષી રહેજો કે હું અલ્લાહના સિવાય તે બધાથી વિમુખ છું જેને તમે ભાગીદાર બનાવી રહ્યા છો".

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

 તફસીર(સમજૂતી)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

"કોઈ મા'બૂદ(દેવતા)નો શ્રાપ લાગી ગયો છે" એટલે કે તું જેવી રીતે અમારા દેવતાઓનું અપમાન કરે છે કે આ કંઈપણ કરી શકતા નથી, તો માલૂમ એવું થાય છે કે અમારા દેવતાઓએ તારા આ અપમાન પર તને કંઈક કરી દીધું છે અને તારું દિમાગ ખરાબ થઈ ગયુ છે.


જેમ કે આજના નામના મુસલમાનો પણ આ પ્રકારની અંધશ્રદ્ધાનો ભોગ બન્યા છે જ્યારે તેમને કહેવામાં આવે છે કે આ મૃત વ્યક્તિઓ(પીરો-ફકીરો) અને બુઝર્ગો કંઈ કરી શકતા નથી ત્યારે તેઓ કહે છે કે આ તેમની ગરિમામાં અપમાન છે અને આવી રીતે અપમાન કરનારાઓને ખતરો છે કે તે ડુબી જશે.

(نعوذ باللہ من الخرافات والاکاذیب۔)


"હું અલ્લાહના સિવાય તે બધાથી વિમુખ છું " એટલે કે, હું આ બધી મૂર્તિઓ અને દેવતાઓથી વિમુખ છું અને તેઓએ મારી સાથે કંઈક કર્યું છે એવી તમારી માન્યતા તદ્દન ખોટી છે, તેઓ કોઈને પણ અલૌકિક રીતે લાભ કે નુકસાન પહોંચાડવાની શક્તિ ધરાવતા જ નથી.