11:53 માત્ર કહેવાથી નહીં સ્પષ્ટ નિશાની જોઈએ...

 પારા નંબર:- 12| (11). સુરહ હુદ 

આયત નં.:- 53 

====================


قَالُوۡا يٰهُوۡدُ مَا جِئۡتَـنَا بِبَيِّنَةٍ وَّمَا نَحۡنُ بِتٰـرِكِىۡۤ اٰلِهَـتِنَا عَنۡ قَوۡلِكَ وَمَا نَحۡنُ لَـكَ بِمُؤۡمِنِيۡنَ (53)

(53). તેઓએ કહ્યું: અય હુદ! તું અમારી પાસે કોઈ સ્પષ્ટ નિશાની તો લાવ્યો નથી અને અમે માત્ર તારા કહેવાથી અમારા મા'બૂદો(દેવી-દેવતાઓને) છોડવાના નથી અને ન અમે તારા પર ઈમાન લાવીશું.

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

 તફસીર(સમજૂતી)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

એક નબી પાસે નિશાનીઓ અને પુરાવાઓની પુરેપુરી તાકાત હોય છે પરંતુ અકલના આંધળાઓને તે દેખાતી નથી, હુદની કોમે પણ આવી જ હઠધર્મી કરીને કહ્યું અમે વગર નિશાનીએ માત્ર તારી વાતોથી પોતાના દેવી-દેવતાઓને કેવી રીતે છોડીએ? (અહસનુલ બયાન)


જો કે દરેક પયગંબરને એવી સ્પષ્ટ નિશાનીઓ આપવામાં આવે છે જે ઈમાન લાવનારાઓ માટે આશ્વાસન અને શુદ્ધિકરણ માટે પૂરતી હોય છે, પરંતુ હઠીલા લોકો સામાન્ય રીતે કોઈ એવા પ્રકારનો સંવેદનાત્મક ચમત્કારની માંગ કરે છે જે તેમની ગરદન પકડીને તેમને ઈમાન લાવવા પર મજબૂર કરી દે અને તેઓ ત્યાં સુધી ઈમાન લાવવા તૈયાર નથી થતાં. જ્યાં સુધી તેઓ આવો ચમત્કાર ન જુએ જો કે, તે સમયે ઈમાન લાવવાનો કોઈ ફાયદો નથી અને આવો ચમત્કાર રજૂ કરવો એ અલ્લાહની મરજી વિરુદ્ધ છે. (તયસુરુલ કુરઆન)