11:52 પસ્તાવો અને તૌબાથી રોજી માં બરકત...
પારા નંબર:- 12| (11). સુરહ હુદ
આયત નં.:- 52
====================
وَيٰقَوۡمِ اسۡتَغۡفِرُوۡا رَبَّكُمۡ ثُمَّ تُوۡبُوۡۤا اِلَيۡهِ يُرۡسِلِ السَّمَآءَ عَلَيۡكُمۡ مِّدۡرَارًا وَّيَزِدۡكُمۡ قُوَّةً اِلٰى قُوَّتِكُمۡ وَلَا تَتَوَلَّوۡا مُجۡرِمِيۡنَ (52)
(52). અને અય મારી કોમ! પોતાના પરવરદિગારની માફી માંગો, પછી તેના તરફ તૌબા કરો, તે તમારા પર મુશળધાર વરસાદ વરસાવશે અને તમારી વર્તમાન શકિતમાં વધુ શક્તિનો વધારો કરશે. તમે ગુનેગાર બનીને (બંદગીથી) મોઢું ન ફેરવો.''
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તફસીર(સમજૂતી)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
કોમ આદના લોકો ખેતીમાં ખૂબ જ રસ ધરાવતા હતા અને ખેતી જ તેમની આજીવિકાનું મુખ્ય સાધન હતું. તેઓ લગાતાર ત્રણ વરસથી દુષ્કાળગ્રસ્ત હતાં અને વરસાદ પણ વરસતો ન હતો. આ મુશ્કેલીમાંથી છુટકારો મેળવવા માટે, હુદ(અ.સ.)એ તેમને પોતાના ગુનાહો પર પસ્તાવો કરવાની અને માફી માંગવાની સલાહ આપી, અને તેમને ખાતરી આપી કે જો તમે એક અલ્લાહ તરફ વળશો અને સાચા હૃદયથી તમારા ભૂતકાળના પાપોની ક્ષમા માંગશો, તો અલ્લાહ ચોક્કસ તમારા પર આકાશમાંથી વરસાદ વરસાવશે અને જીવનનિર્વાહના દરવાજા ખોલશે, જેનાથી તમારી આર્થિક અને શારીરિક શક્તિમાં વધારો થશે. તૈમની કોમે આ વાતનો કોઈ જવાબ આપ્યો ન હતો પરંતુ તેઓએ સ્પષ્ટ અને ખુલ્લા ચમત્કારની માંગ કરી.