11:51 'દાવત' નો શ્રેષ્ઠ તરીકો...
પારા નંબર:- 12| (11) સુરહ હુદ
આયત નં.:- 51
====================
يٰقَوۡمِ لَاۤ اَسۡــئَلُكُمۡ عَلَيۡهِ اَجۡرًا ؕ اِنۡ اَجۡرِىَ اِلَّا عَلَى الَّذِىۡ فَطَرَنِىۡ ؕ اَفَلَا تَعۡقِلُوۡنَ (51)
(51). હે મારી કોમ! હું તમારાથી આનો કોઈ બદલો નથી માંગતો, મારો બદલો તો તેના શિરે છે જેણે મને પૈદા કર્યો છે તો શું પછી પણ તમે અકલથી કામ નથી લેતાં.
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તફસીર(સમજૂતી)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
"કોઈ બદલો નથી માંગતો" એટલે કે આ લોકો એટલું પણ નથી સમજતા કે જે વગર કોઈ કીંમત અને લાલચે તમને અલ્લાહની તરફ બોલાવે છે તે તમારો શુભચિંતક છે.
આયતમાં યા કોમ! (یَا قَوْمِ ) થી દાવત આપવામાં આવે છે જેનાથી માલૂમ થાય છે કે આ એક શ્રેષ્ઠ તરીકો છે એવું કહેવાને બદલે 'અય કાફિરો' કે 'અય મુશરિકો'...