11:50 હુદ(અ.સ.) ની વાત.....
પારા નંબર:- 12| (11). સુરહ હુદ
આયત નં.:- 50
====================
وَاِلٰى عَادٍ اَخَاهُمۡ هُوۡدًا ؕ قَالَ يٰقَوۡمِ اعۡبُدُوا اللّٰهَ مَا لَـكُمۡ مِّنۡ اِلٰهٍ غَيۡرُهٗ ؕ اِنۡ اَنۡتُمۡ اِلَّا مُفۡتَرُوۡنَ (50)
(50). અને આદ કોમ તરફ તેમના ભાઈ હુદ ને અમે મોકલ્યા, તેમણે કહ્યું: મારી કોમવાળાઓ! અલ્લાહની જ ઈબાદત કરો, તેના સિવાય તમારો કોઈ મ'અબૂદ નથી, તમે તો માત્ર જૂઠ ઘડી રહ્યા છો.
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તફસીર(સમજૂતી)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
"તેમના ભાઈ હુદ ને" એટલે કે ભાઈથી આશય તેમનાંમાંથી જ કોમનો એક વ્યક્તિ.
"જૂઠ ઘડી રહ્યા છો" એટલે કે અલ્લાહની સાથે બીજાઓને ભાગીદાર ઠેરવીને અલ્લાહના વિષયમાં જૂઠ ઘડી રાખ્યું છે.