11:5 અલ્લાહ તો દિલોના રહસ્ય સુધ્ધા જાણે છે...
اَلَاۤ اِنَّهُمۡ يَثۡنُوۡنَ صُدُوۡرَهُمۡ لِيَسۡتَخۡفُوۡا مِنۡهُؕ اَلَا حِيۡنَ يَسۡتَغۡشُوۡنَ ثِيَابَهُمۡۙ يَعۡلَمُ مَا يُسِرُّوۡنَ وَمَا يُعۡلِنُوۡنَۚ اِنَّهٗ عَلِيۡمٌۢ بِذَاتِ الصُّدُوۡرِ (05)
(05). ખબરદાર! જ્યારે આ લોકો પોતાની છાતીઓ ફેરવે છે જેથી કે અલ્લાહથી છૂપાયેલ રહે. ખબરદાર ! જ્યારે આ લોકો વસ્ત્રોથી સ્વયં પોતાને ઢાંકે છે, (ત્યારે પણ અલ્લાહ) તે બધું જ જાણે છે જે તેઓ છૂપાવે છે અને જે જાહેર કરે છે (તેને પણ). કારણકે તે છાતીઓ(એટલે કે દિલોના) રહસ્ય સુધ્ધા જાણે છે.
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તફસીર(સમજૂતી)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
આ આયતનો હેતુ અલ્લાહ સર્વશક્તિમાનના જ્ઞાનની વિશાળતાને વર્ણન કરીને સમજાવવાનો છે કે ખુલ્લી અને છુપાયેલી વસ્તુઓ તો શું! તે તો હૃદયના ઇરાદાઓને પણ જાણે છે, પરંતુ આ આયતના પ્રારંભિક વાક્યના અર્થઘટનમાં મુહદ્દીસો(ટીકાકારોએ) ઘણો મતભેદ કર્યો છે. એટલા માટે તેને આપણે અહીં આવરી લેતાં નથી, વધુ વિસ્તારથી પઢવા માટે આપ અહસનુલ બયાન તથા તફસીર અલ્ કુરઆન તથા તયસુરુલ કુરઆન નો મુતાલો કરી શકો છો.