11:49 "આકીબત" એટલે દુનિયા અને પરલોકનો સારો અંત...
પારા નંબર:- 12| (11). સુરહ હુદ
આયત નં.:- 49
====================
تِلۡكَ مِنۡ اَنۡۢبَآءِ الۡغَيۡبِ نُوۡحِيۡهَاۤ اِلَيۡكَۚ مَا كُنۡتَ تَعۡلَمُهَاۤ اَنۡتَ وَلَا قَوۡمُكَ مِنۡ قَبۡلِ هٰذَا ۛؕ فَاصۡبِرۡ ۛؕ اِنَّ الۡعَاقِبَةَ لِلۡمُتَّقِيۡنَ (49)
(49). આ ખબરો ગૈબની ખબરોમાંથી છે જેની વહી અમે તમારા તરફ કરી રહ્યા છીએ, આ અગાઉ ન તમે તેને જાણતા હતા અને ન તમારી કોમ, એટલા માટે તમે સબ્ર કરો, યકીન કરો કે અંતિમ પરિણામ અલ્લાહથી ડરનારાઓના પક્ષમાં છે.
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તફસીર(સમજૂતી)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
"આ અગાઉ ન તમે તેને જાણતા હતા અને ન તમારી કોમ" અહીં નબી(ﷺ)ને સંબોધન કરવામાં છે અને તેમની પાસે ગૈબ(અદ્રશ્ય) નું જ્ઞાન ન હતું. એટલે ગૈબ(અદ્રશ્ય)ની ખબર તેમને જણાવવામાં આવે છે જે અંગે અમે તમને ખબર આપી રહ્યા છીએ, અન્યથા તમે અને તમારા લોકો તેના(ખબર)થી અજાણ હતા.
"તમે સબ્ર કરો, યકીન કરો કે..." એટલે કે, તમારી કોમના જે લોકો તમને નકારે છે અને તમને સતાવે છે, તેના પર ધીરજથી કામ લો કારણ કે તમારી પાસે મદદગારો છે અને સારો અંત ફક્ત તમારા અને તમારા અનુયાયીઓ માટે જ છે, જેઓ ધર્મનિષ્ઠા(પરહેઝગારી)ના લક્ષણ ઘરાવે છે.
આકીબતનો અર્થ થાય છે આ દુનિયા અને પરલોકનો સારો અંત.
આમાં ધર્મનિષ્ઠ(પરહેઝગાર)લોકો માટે એક મોટી ખુશખબર છે કે શરૂઆતમાં તેમને ગમે તેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડે, આખરે તેઓ જ અલ્લાહની મદદ અને સમર્થન અને સારા અંતના હકદાર છે.