11:48 કાફિરો માટે આ દુનિયાનો થોડોક ફાયદો પછી કાયમી યાતના છે...

 પારા નંબર:- 12| (11). સુરહ હુદ 

 આયત નં.:- 48 

====================


قِيۡلَ يٰـنُوۡحُ اهۡبِطۡ بِسَلٰمٍ مِّنَّا وَبَرَكٰتٍ عَلَيۡكَ وَعَلٰٓى اُمَمٍ مِّمَّنۡ مَّعَكَ‌ؕ وَاُمَمٌ سَنُمَتِّعُهُمۡ ثُمَّ يَمَسُّهُمۡ مِّنَّا عَذَابٌ اَلِيۡمٌ (48)

(48). ફરમાવવામાં આવ્યું કે અય નૂહ!  અમારા તરફથી સલામતી અને બરકતો સાથે ઉતરો, જે તમારા પર છે અને તમારી સાથેની ઘણી જમાઅતો(પક્ષો) પર છે  અને ઘણી એવી કોમો હશે જેમને અમે ચોક્કસપણે લાભ તો આપીશું, પરંતુ પછી તેઓને અમારી તરફથી પીડાદાયક યાતના મળશે.

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

 તફસીર(સમજૂતી)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

"સલામતી અને બરકતો સાથે ઉતરો" એટલે કે આ ઉતરવું નૌકામાંથી અથવા તે પર્વત પરથી છે જેના પર નૌકા રોકાઈ ગઈ હતી.


"તમારી સાથેની ઘણી જમાઅતો(પક્ષો)" એટલે કે આનાથી આશય તે જૂથો છે જે નૂહ(અ.સ.) સાથે નૌકા માં હતાં અથવા તેમના વંશજોમાંથી આવનારા ભાવિ જૂથો છે. આના પછીના વાક્યને ધ્યાનમાં રાખીએ તો બીજો અર્થ માફક આવે છે.


"અમારી તરફથી પીડાદાયક યાતના મળશે" એટલે કે આ એવા જૂથો છે જે નૌકામાં બચી ગયેલાઓની પેઢીથી કયામત સુધી રહેશે.  મતલબ કે કાફિરોને આ દુનિયામાં થોડા દિવસના જીવન માટે દુન્યવી ચીજવસ્તુઓનો ફાયદો ચોક્કસ આપીશું, પણ અંતે મોટો અઝાબ તો ભોગવવો પડશે જ.