11:47 એવી માંગ થી અલ્લાહની પનાહ જેનું જ્ઞાન ન હોય...
પારા નંબર:- 12| (11). સુરહ હુદ
આયત નં.:- 47
====================
قَالَ رَبِّ اِنِّىۡۤ اَعُوۡذُ بِكَ اَنۡ اَسۡـئَلَكَ مَا لَـيۡسَ لِىۡ بِهٖ عِلۡمٌؕ وَاِلَّا تَغۡفِرۡ لِىۡ وَتَرۡحَمۡنِىۡۤ اَكُنۡ مِّنَ الۡخٰسِرِيۡنَ (47)
(47). નુહ(અ.સ.)એ કહ્યું, "મારા પાલનહાર, હું તારી જ પનાહ ચાહું છું એવી વસ્તુ માંગવાથી જે હું જાણતો નથી. જો તું મને માફ નહીં કરો અને તુ મારા પર દયા નહીં કરો, તો હું નુકસાન ઉઠાવનારોમાંથી થઈ જઈશ."
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તફસીર(સમજૂતી)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
જ્યારે હઝરત નૂહ (અ.સ.)ને ખબર પડી કે તેમનો પ્રશ્ન ઘટનાને અનુરૂપ નથી(તેમની માંગ ખોટી છે), તો ત્યારે જ તેઓએ તરત જ રુઝુ (ભુલ સ્વીકારી લેવી) કરી લીધું અને અલ્લાહની દયા અને ક્ષમા માંગી.