11:44 તૂફાન નું થોભવું અને કામ તમામ...
પારા નંબર:- 12| (11). સુરહ હુદ
આયત નં.:- 44
====================
وَقِيۡلَ يٰۤاَرۡضُ ابۡلَعِىۡ مَآءَكِ وَيٰسَمَآءُ اَقۡلِعِىۡ وَغِيۡضَ الۡمَآءُ وَقُضِىَ الۡاَمۡرُ وَاسۡتَوَتۡ عَلَى الۡجُوۡدِىِّ وَقِيۡلَ بُعۡدًا لِّـلۡقَوۡمِ الظّٰلِمِيۡنَ (44)
(44). આદેશ આપવામાં આવ્યો કે: અય જમીન પોતાના પાણીને ગળી જા, અને આકાશ બસ કર થોભી જા, તે જ સમયે પાણીને સુકાવી દેવામાં આવ્યું અને કામ પુરુ કરી નાખ્યુ અને નૌકા જૂદી પહાડ પર રુકી ગઈ અને કહી દેવામાં આવ્યું કે જાલિમો પર લા'નત ઉતરે.
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તફસીર(સમજૂતી)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
છ મહિના સુધી પાણીનું સ્તર સતત વધતું રહ્યું. પહાડો પણ ડૂબી ગયા અને ગુનેગારો તેમના અંજામ સુધી પહોંચી ગયા તેમાંથી કોઈ પણ આ અઝાબમાંથી બચી શક્યું નહીં. તો પછી અલ્લાહે જમીનને તેના પાણીને ફરીથી શોષી લેવાનો આદેશ આપ્યો. અલ્લાહના આદેશથી વરસાદ પણ બંધ થઈ ગયો, થોડું પાણી પવનથી સુકાઈ ગયું અને જમીન કોરી થઈ ગઈ અને નૌકા "જૂદી" પર્વત પર રોકાઈ ગઈ. આ પર્વત ઇરાકના મોસુલ શહેરથી થોડે દૂર આવેલો છે અને આજે પણ તે નામથી જ ઓળખાય છે.