11:43 ઘમંડી પુત્રનો...ઘમંડવાળો જવાબ...

 પારા નંબર:- 12| (11). સુરહ હુદ ]*

  આયત નં.:- 43

====================


قَالَ سَاٰوِىۡۤ اِلٰى جَبَلٍ يَّعۡصِمُنِىۡ مِنَ الۡمَآءِ‌ؕ قَالَ لَا عَاصِمَ الۡيَوۡمَ مِنۡ اَمۡرِ اللّٰهِ اِلَّا مَنۡ رَّحِمَ‌ۚ وَحَالَ بَيۡنَهُمَا الۡمَوۡجُ فَكَانَ مِنَ الۡمُغۡرَقِيۡنَ‏ (43)

(43). તેણે(નૂહના પુત્રએ) વળતો જવાબ આપ્યો, ''હું હમણાં એક પર્વત ઉપર ચઢી જવાનો છું જે મને પાણીથી બચાવી લેશે.'' નૂહે કહ્યું, ''આજે કોઈ વસ્તુ અલ્લાહના અઝાબથી બચાવનારી નથી, સિવાય કે અલ્લાહ જ કોઈના ઉપર દયા કરે.'' એટલામાં એક મોજું બંનેના વચ્ચે આવી ગયું અને તે(નૂહનો પુત્ર) પણ ડૂબનારાઓમાં સામેલ થઈ ગયો.

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

 તફસીર(સમજૂતી)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

 પિતાની ઈચ્છાનો અસ્વીકાર કરતા હઠીલા પુત્રએ કહ્યું કે તે પર્વત પર ચડીને પોતાનો જીવ બચાવી લેશે. તેને ખ્યાલ પણ ન હતો કે પાણી એટલું ઊંચુ જશે કે તે આ પહાડને પોતાની અંદર છુપાવી દેશે.

નુહ(અ.સ.)એ તેને કહ્યું: હે મારા પુત્ર, તને શું થયું છે કેવા વહેમમાં છું? આ કોઈ નાનું અમથું પૂર નથી પણ અલ્લાહનો અઝાબ છે અને પહાડની તો શું હેસિયત છે? આજે અલ્લાહના અઝાબમાંથી કોઈ પણ કોઈને બચાવી શકવાનું નથી. સિવાય તેને જેના પર અલ્લાહ પોતે જ રહેમ કરીને બચાવી લે, આ વાતચીત હજી પૂરી થઈ ન હતી કે એક જોરદાર મોજું ઊછળ્યું જે નૂહના પુત્ર તરફ વળ્યું અને નૂહ(અ.સ.) અને તેમના પુત્રને એકબીજાથી હંમેશ માટે અલગ કરી દીધા અને નુહનો આ કાફિર અને અવજ્ઞાકારી પુત્ર તેની નજર સામે પૂરમાં ડૂબી ગયો અને એક મહાન પયગંબર નુહ(અ.સ.) પણ તેમના પુત્રની કોઈ મદદ કરી શક્યા નહીં.