11:42 પુરની ભયાનકતા અને એક પિતાના પિતૃત્વનો સ્નેહ...
પારા નંબર:- 12| (11). સુરહ હુદ
આયત નં.:- 42
====================
وَهِىَ تَجۡرِىۡ بِهِمۡ فِىۡ مَوۡجٍ كَالۡجِبَالِ وَنَادٰى نُوۡحُ اۨبۡنَهٗ وَكَانَ فِىۡ مَعۡزِلٍ يّٰبُنَىَّ ارۡكَبْ مَّعَنَا وَلَا تَكُنۡ مَّعَ الۡكٰفِرِيۡنَ (42)
(42). અને તે નૌકા તેમને પહાડો જેવી મોજોમાંથી લઈને ચાલી રહી હતી, અને નૂહે પોતાના પુત્રને જે એક કિનારા પર હતો પોકારીને કહ્યુ, “અય મારા વ્હાલા પુત્ર! અમારા સાથે સવાર થઈ જા અને કાફિરોમાં સામેલ ન થાઓ."
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તફસીર(સમજૂતી)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
પાણીનો પ્રકોપ એવો હતો કે સતત છ મહિના સુધી પાણીના ઝરણા જમીનમાંથી ફુટી રહ્યા હતાં અને આકાશમાંથી વરસાદ વરસતો રહ્યો. ત્યાં સુધી કે કિલ્લા અને પહાડો પણ પાણીમાં ડૂબી ગયા હતા.પાણીની સાથે સાથે નૌકા પણ ઉપર વધી રહી હતી અને જેવી રીતે અલ્લાહ નૌકાને ચલાવી રહ્યો હતો તેમ ચાલતી રહેતી. જ્યારે પાણી હજુ પણ વધી રહ્યું હતું અને પાણીની સપાટી જમીનથી ખૂબ જ ઉંચી થઈ રહી હતી અને પાણીના મોજા પર્વતની જેમ ઉછળીને એકબીજા સાથે અથડાઈ રહ્યા હતા. આ દરમિયાન એક ઘટના બની હતી કે નુહ(અ.સ.) નો પુત્ર યામ જે કાફિર હતો અને વહાણમાં સવાર ન હતો, તે ટેકરી પર ઉભો ઉભો પૂરની ભયાનકતા જોઈ રહ્યો હતો. જ્યારે નૂહ (અ.સ.)એ તેને જોયો ત્યારે તેમના પિતૃત્વનો સ્નેહ જાગ્યો અને તેમણે કહ્યું: દીકરા! ઈમાન લઈ આવ અને અમારી સાથે આ વહાણમાં સવાર થઈ જાઓ અને કાફિરોનો સાથ છોડી દે.