11:41 આ નૌકા અલ્લાહના જ હુકમથી ચાલશે અને થોભશે...

 પારા નંબર:- 12| (11). સુરહ હુદ 

આયત નં.:- 41 

====================


وَقَالَ ارۡكَبُوۡا فِيۡهَا بِسۡمِ اللّٰهِ مَجْرٖٮٰھَا وَمُرۡسٰٮهَا ‌ؕ اِنَّ رَبِّىۡ لَـغَفُوۡرٌ رَّحِيۡمٌ (41)

(41). અને નૂહ(અ.સ)એ કહ્યું કે, “આ નૌકામાં બેસી જાઓ અલ્લાહના જ નામથી તેનું ચાલવું અને થોભવું છે, બેશક મારો રબ મોટો માફ કરનાર અને દયાળુ છે.”

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

 તફસીર(સમજૂતી)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

એટલે કે ફક્ત અલ્લાહના જ નામ પર, તેનું પાણીની સપાટી પર ચાલવું અને અલ્લાહના જ નામ પર તેનુ થોભવું છે. આ કહેવાનો હેતુ એ કે ઈમાનવાળાઓને ડર અને જોખમ વિના વહાણમાં સવાર થવા માટે દિલાસો અને પ્રોત્સાહિત કરવાનો હતો.અલ્લાહ સર્વશક્તિમાન આ વહાણનો રક્ષક અને નિગરાની રાખનારો છે તેના જ હુકમથી આનું ચાલવું અને થોભવું છે.