11:40 તંદૂર ઉભરાઈ ગયો...

 પારા નંબર:- 12| (11). સુરહ હુદ ]*

આયત નં.:- 40 ====================


حَتّٰۤى اِذَا جَآءَ اَمۡرُنَا وَفَارَ التَّنُّوۡرُۙ قُلۡنَا احۡمِلۡ فِيۡهَا مِنۡ كُلٍّ زَوۡجَيۡنِ اثۡنَيۡنِ وَاَهۡلَكَ اِلَّا مَنۡ سَبَقَ عَلَيۡهِ الۡقَوۡلُ وَمَنۡ اٰمَنَ‌ؕ وَمَاۤ اٰمَنَ مَعَهٗۤ اِلَّا قَلِيۡلٌ (40)

(40). ત્યાં સુધી કે જયારે અમારો હુકમ આવી ગયો અને તંદૂર ઉભરાઈ ગયો, અમે કહ્યું કે, “આ નૌકામાં દરેક પ્રકારના (જાનવરોમાંથી) એક-એક જોડા (નર અને માદા) સવાર કરાવી લો અને પોતાના ઘરના લોકોને પણ, સિવાય તેમના જેમના ઉપર પહેલાથી નિર્દેશ થઈ ગયો છે, અને તમામ ઈમાનવાળાઓને પણ,” અને નૂહ(અ.સ.) સાથે ઈમાન લાવનારા ઘણા ઓછા હતા.

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

 તફસીર(સમજૂતી)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

"તંદૂર ઉભરાઈ ગયો" એનાથી કેટલાક તેને રોટી પકવવાના તંદૂર તરીકે લે છે, તો કેટલાક ચોક્કસ સ્થાન જેમ કે અઈન્-અલ-વરદહ અને કેટલાક પૃથ્વીની સપાટી પર ઉભરો આવે છે તેને...


હાફિઝ ઇબ્ને કષીરે આ ત્રીજા ખ્યાલને પ્રાધાન્ય આપ્યું છે, એટલે કે આખી પૃથ્વી ઝરણાની જેમ ઉકળી પડી, ઉપરથી આકાશના મુશળધાર વરસાદે જે કંઈ કસર બાકી હતી પૂરી કરી દીધી.


"દરેક પ્રકારના (જાનવરોમાંથી) એક-એક જોડા" એટલે કે આ રીતે, વહાણમાં જીવંત પ્રાણીઓની દરેક જોડી(નર અને માદા બન્ને) મૂકવામાં આવી હતા, અને કેટલાક કહે છે કે છોડ પણ મૂકવામાં આવ્યા હતા.  (અલ્લાહ શ્રેષ્ઠ જાણે છે)


"સિવાય તેમના જેમના ઉપર પહેલાથી નિર્દેશ થઈ ગયો છે" એટલે કે, જેમનું ડૂબવું તેમના ભાગ્યમાં નોંધાયેલું છે તેનાથી આશય સામાન્ય કાફિર છે. અને ઘરવાળાઓ માંથી સિવાય એટલે કે તેમનો (નૂહ અ.સ. નો) એક પુત્ર અને તેમની પત્ની જેઓ કાફિર હતાં. તેઓ નૌકામાં સવાર થવાથી વંચિત રહી ગયા હતાં.


"અને તમામ ઈમાનવાળાઓને પણ” એટલે કે જૈ લોકો પણ ઈમાન લાવ્યા છે તે તમામને નૌકા માં સવાર કરાવી લો.


"ઈમાન લાવનારા ઘણા ઓછા હતા" એટલે કે કેટલાકે કુલ સંખ્યા ૮૦ કહી છે જેમાં પુરુષો અને સ્ત્રીઓ બન્ને આવે, તો કેટલાકે આનાથી પણ ઓછી સંખ્યા બતાવી છે. 


આમાં નૂહ (અ.સ.)ના‌ ત્રણ પુત્રો જે ઈમાન વાળા હતાં તે શામેલ છે જેમના નામ સામ, હામ, યાફિત અને તેમની પત્નીઓ હતી અને ચોથા પુત્રની પત્ની પણ હતી જે યામ ની હતી તે કાફિર હતો પણ તેની પત્ની મુસલમાનો માંથી હતી એટલે તે આ નૌકામાં સવાર હતી. (ઈબ્ને કષીર)