11:4 છેવટે... અલ્લાહ તરફ જ પાછા ફરવાનું છે.

 اِلَى اللّٰهِ مَرۡجِعُكُمۡ‌ۚ وَهُوَ عَلٰى كُلِّ شَىۡءٍ قَدِيۡرٌ‏ (04)

(04). તમારે અલ્લાહની જ તરફ પાછા ફરવાનું છે અને તે દરેક વસ્તુ પર સામર્થ્ય ધરાવે છે.

       •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

               તફસીર(સમજૂતી)

      •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

એટલે કે જો તમને પરલોકની સજાનો ડર એટલા માટે નથી કે તમે તે દિવસ પર અવિશ્વાસ કરો છો, તો યાદ રાખો કે અલ્લાહ(ના દરબાર) સિવાય તમે બીજે ક્યાંય જઈ શકતા જ નથી, અને તે દરેક વસ્તુ પર સંપૂર્ણપણે સામર્થ્ય ધરાવે છે.  જ્યારે કે તેણે તમને પ્રથમ વખત બનાવ્યા તો બીજીવાર પણ...પોતાના પાસે હાજર કેમ નથી કરી શકતો? (તફસીર અલ્ કુરઆન)


કોઈ ગુનેગારને સજા કરવા માટે બે બાબતોની જરૂર છે.એક તો ગુનેગાર હાજર હોવો જોઈએ.બીજું એ કે જે સજા કરી રહ્યો છે તેની પાસે તેને સજા કરવાની કુદરત હોય. તેથી જ અલ્લાહ આવા સત્ય માર્ગથી વિમુખ થનારને પોતાના દરબારમાં હાજર કરવાની પણ અને સજા આપવાની પણ કુદરત રાખે છે આવા ગુનેગારોએ પોતાના પરિણામથી જરૂર ડરવું જોઈએ. (તયસુરુલ કુરઆન)