11:38અત્યારે અમારો મજાક ઉડાવી લો કાલે તમે પોતે જ મજાક બનવાના છો...

 પારા નંબર:- 12| (11). સુરહ હુદ 

આયત નં.:- 38 

====================


وَيَصۡنَعُ الۡفُلۡكَ وَكُلَّمَا مَرَّ عَلَيۡهِ مَلَاٌ مِّنۡ قَوۡمِهٖ سَخِرُوۡا مِنۡهُ‌ؕ قَالَ اِنۡ تَسۡخَرُوۡا مِنَّا فَاِنَّا نَسۡخَرُ مِنۡكُمۡ كَمَا تَسۡخَرُوۡنَؕ (38)

(38). તે(નૂ્હ અ.સ.) હોડી બનાવવા લાગ્યા તેમની કોમના જે સરદારો તેમની પાસેથી પસાર થતાં (તો) તેમનો મજાક ઉડાવતા, તે(નૂહ અ.સ.) કહેતાં જો તમે અમારો મજાક ઉડાવો છો તો અમે પણ એક દિવસે (તમારા પર) હસીશુ જેવી રીતે તમે અમારા પર હસો છો.

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

 તફસીર(સમજૂતી)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

તેમની કોમના સરદારો મજાક ઉડાવતાં કહેતાં કે નૂહ! નબી બનતા-બનતા હવે સુથાર બની ગયા? અથવા અય નૂહ! સૂકી જમીન પર હોડી કોના માટે તૈયાર કરી રહ્યા છો?