11:36 નૂહ(અ.સ.) ની‌ દુઆ અને અલ્લાહે "રેડ સિગ્નલ" આપી દીધો...

 પારા નંબર:- 12| (11). સુરહ હુદ 

 આયત નં.:- 36 

====================


وَاُوۡحِىَ اِلٰى نُوۡحٍ اَنَّهٗ لَنۡ يُّؤۡمِنَ مِنۡ قَوۡمِكَ اِلَّا مَنۡ قَدۡ اٰمَنَ فَلَا تَبۡتَئِسۡ بِمَا كَانُوۡا يَفۡعَلُوۡنَ‌ (36)

(36). નૂહ(અ.સ.) તરફ વહી મોકલવામાં આવી કે તમારી કોમમાંથી જેઓ ઈમાન લાવી ચુક્યા છે હવે તેમના‌ સિવાય બીજું કોઈ ઈમાન લાવશે જ નહીં, તેથી તમે તેમની કરતૂતો પર ગમગીન ન થજો.

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

 તફસીર(સમજૂતી)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

આ વાત ત્યારે કહેવામાં આવી હતી જ્યારે નુહ(અ.સ.)ની‌ કોમના લોકોએ અઝાબની માંગ કરી હતી અને નુહ(અ.સ.)એ અલ્લાહથી દુઆ કરી હતી: અય રબ! જમીન પર એક પણ કાફિરને બાકી ન રહેવા દે, ત્યારે અલ્લાહે ફરમાવ્યુું, "હવે કોઈ ઈમાન નહીં લાવે, તેથી તેમના માટે ગમ કરશો નહીં."