11:35 જો હું જૂઠો તો તેનો ગુનોહ મારા પર...પણ તમારી કરતૂતો થી તો હું મુક્ત છું...

 પારા નંબર:- 12| (11). સુરહ હુદ 

આયત નં.:- 35 

====================


اَمۡ يَقُوۡلُوۡنَ افۡتَـرٰٮهُ‌ ؕ قُلۡ اِنِ افۡتَرَيۡتُهٗ فَعَلَىَّ اِجۡرَامِىۡ وَاَنَا بَرِىۡٓءٌ مِّمَّا تُجۡرِمُوۡنَ (35)

(35). શું આ લોકો એવું કહે છે કે તેને સ્વયં તેણે જ ઘડી લીધું છે? કહો કે, "જો મેં તેને ઘડી લીધું હોય તો મારો ગુનોહ મારા પર છે, અને તમે જે ગુનાહ કરો છો તેનાથી હું મુક્ત છું."

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

 તફસીર(સમજૂતી)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

કેટલાક મુફસ્સિરીન(વ્યાખ્યાકારો)ના મતે, આ સંવાદ નુહ(અ.સ.)અને તેમની કોમના લોકો વચ્ચે થયો હતો, અને કેટલાક માને છે કે તે નબી અકરમ(ﷺ) અને મક્કાના બહુદેવવાદીઓ વચ્ચે થયો હતો. 


("શું આ લોકો એવું કહે છે કે તેને સ્વયં તેણે જ ઘડી લીધું છે?" અહીં "તેને" થી આશય કુરઆન તથા નૂહ(અ.સ.)ને અલ્લાહ તરફથી આવતી વહી)


 મતલબ કે જો આ કુરઆન મારી બનાવટ છે અને હું તેને અલ્લાહ તરફ ઠેરવવામાં જૂઠો છું તો તે મારો ગુનોહ છે અને તેની સજા હું ભોગવીશ. પરંતુ તમે જે જુલ્મ કરી રહ્યા છો તેનાથી હું મુક્ત છું તેની પણ તમને જાણ છે? કે તેની વબાલ મારા પર નહીં, તે તમારા પર જ પડશે, શું તેની પણ તમને કોઈ ચિંતા છે?