11:34 ભલે હું તમારી ગમે તેટલી ભલાઈ ચાહું... પરંતુ કોઈ ફાયદો નથી...
પારા નંબર:- 12| (11). સુરહ હુદ
આયત નં.:- 34
===================
وَلَا يَنۡفَعُكُمۡ نُصۡحِىۡۤ اِنۡ اَرَدْتُّ اَنۡ اَنۡصَحَ لَكُمۡ اِنۡ كَانَ اللّٰهُ يُرِيۡدُ اَنۡ يُّغۡوِيَكُمۡؕ هُوَ رَبُّكُمۡ وَاِلَيۡهِ تُرۡجَعُوۡنَؕ (34)
(34). મારી સદ્-ભાવનાથી તમને કોઈ ફાયદો થશે નહીં, ભલે હું તમારી ગમે તેટલી ભલાઈ ચાહું, જો અલ્લાહનો ઈરાદો તમને ગુમરાહ કરવાનો હોય. તે જ તમારો રબ છે અને તેના જ તરફ તમારે પાછા ફરવાનું છે.''
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તફસીર(સમજૂતી)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
"જો અલ્લાહનો ઈરાદો તમને ગુમરાહ કરવાનો હોય" એટલે કે, જો તમારુ કુફ્ર અને હઠધર્મી એવા તબક્કે પહોંચી જાય કે જ્યાંથી પાછા ફરવું અને માર્ગદર્શન લેવું તમારા માટે અશક્ય થઈ જાય તો તે સ્થિતિને કહેવાય છે અલ્લાહ સર્વશક્તિમાન દ્વારા મુહર(સીલ) લાગી ગઈ છે, જેના પછી કોઈ માર્ગદર્શનનો માર્ગ બાકી રહેતો નથી. એટલે કે જો તમે એ જ ખતરનાક સ્થિતિએ પહોંચી ગયા છો, તો હું તમારા માટે ગમે તેટલી ભલાઈ ઈચ્છું એટલે કે તમને હિદાયત (સીધ માર્ગ) પર લાવવા વધુ સખત પ્રયાસ કરું, તો આ પ્રયાસ અને સદ્દભાવના તમારા માટે ઉપયોગી નહીં નીવડી શકે કારણકે ગુમરાહીના છેલ્લા સ્થાન પર પહોંચી ગયા છો...
"તે જ તમારો રબ છે" એટલે કે
માર્ગદર્શન અને ગુમરાહી તેના હાથમાં જ છે, અને તેની તરફ જ તમને પાછા ફરવાનું છે જ્યાં તે તમને તમારા કર્મો નો બદલો આપશે, નેક લોકોને નેકીનો બદલો અને દુષ્ટોને તેમની દુષ્ટતાની સજા આપશે.