11:33 અલ્લાહનો નિર્ણય અટલ છે...
પારા નંબર:- 12| (11). સુરહ હુદ
આયત નં.:- 33
====================
قَالَ اِنَّمَا يَاۡتِيۡكُمۡ بِهِ اللّٰهُ اِنۡ شَآءَ وَمَاۤ اَنۡتُمۡ بِمُعۡجِزِيۡنَ (33)
(33). (નૂહ અ.સ.)એ જવાબ આપ્યો, ''એ તો અલ્લાહ જ લાવશે, જો તે ચાહશે, અને તમે એટલું સામર્થ્ય ધરાવતા નથી કે તેને અટકાવી દો.
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તફસીર(સમજૂતી)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
એટલે કે અઝાબનું આવવું એ માત્ર અલ્લાહની ઈચ્છા પર નિર્ભર છે, એવું નથી કે જ્યારે હું ઈચ્છું ત્યારે જ તમારા પર અઝાબ આવશે. જો કે, જ્યારે અલ્લાહે નિર્ણય કરી લીધો અથવા યાતના મોકલી દીધી તો પછી તેને ટાલવવાની કોઈની તાકાત નથી.