11:32 બસ..! હવે બહસ પૂરી કરો અને જેની ધમકી આપી તેને લઈ આવો...

 પારા નંબર:- 12| (11). સુરહ હુદ ]*

આયત નં.:- 32

====================


قَالُوۡا يٰـنُوۡحُ قَدۡ جَادَلۡتَـنَا فَاَكۡثَرۡتَ جِدَالَـنَا فَاۡتِنَا بِمَا تَعِدُنَاۤ اِنۡ كُنۡتَ مِنَ الصّٰدِقِيۡنَ (32)

(32). (છેવટે કોમના લોકોએ) કહ્યું, ''અય નૂહ ! તમે અમારી સાથે બહસ કરી અને ખૂબ કરી લીધી, હવે તો બસ જે વસ્તુ(અઝાબ)ની અમને ધમકી આપો છો એ જ લઈ આવો, જો તમે સાચા છો.''

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

 તફસીર(સમજૂતી)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

નૂહ (અ.સ.)ના ઉપદેશનો સમય સાડા નવસો વર્ષનો છે.તેમણે પોતાની કોમને અલગ-અલગ રીતે સમજાવવાનો પ્રયાસ કર્યો અને આ પ્રયાસમાં તેમણે રાત-દિવસ કામ કર્યું. છેવટે તે લોકોએ નૂહ(અ.સ.)ને તે જ જવાબ આપ્યો જે સામાન્ય રીતે દલીલો થી થાકીને આપે છે એટલે કે જો તમે સત્યવાદી છો તો તમે જે સજાની ધમકી આપી રહ્યા છો તે શા માટે નથી લાવતાં જેથી કે આ રોજ-રોજની તકરારનો અંત આવે. (તયસુરુલ કુરઆન)


આ એ જ મૂર્ખતા છે જે ગુમરાહ કોમો તેમના પયગંબરને કહે છે, "જો તમે સાચા છો, તો અમારા પર યાતના મોકલો અને અમારો નાશ કરી દો" જો તેમની પાસે બુદ્ધિ હોત તો તેઓ કહેતા કે જો તમે સાચા છો અને ખરેખર અલ્લાહના રસુલ છો તો અમારા માટે દુઆ કરો કે અલ્લાહ અમારા દિલ ખોલે જેથી અમે તેને(ઈમાનને) અપનાવી લઈએ. (અહસનુલ બયાન)