11:3 મતાએ હસનાઅ્...
وَّاَنِ اسۡتَغۡفِرُوۡا رَبَّكُمۡ ثُمَّ تُوۡبُوۡۤا اِلَيۡهِ يُمَتِّعۡكُمۡ مَّتَاعًا حَسَنًا اِلٰٓى اَجَلٍ مُّسَمًّى وَ يُؤۡتِ كُلَّ ذِىۡ فَضۡلٍ فَضۡلَهٗ ؕ وَاِنۡ تَوَلَّوۡا فَاِنِّىۡۤ اَخَافُ عَلَيۡكُمۡ عَذَابَ يَوۡمٍ كَبِيۡرٍ (03)
(03). અને એ કે તમે લોકો પોતાના ગુનાહોની પોતાના રબ(અલ્લાહ)થી માફ કરાવો, પછી તેના જ તરફ ધ્યાનમગ્ન રહો તે તમને નિયત સમય સુધી સારો સામાન(જીવન-સામગ્રી) આપશે, અને દરેક નેકી કરનારને વધુ બદલો(ષવાબ) આપશે. અને જો તમે લોકો ઇન્કાર કરતાં રહ્યાં, તો મને તમારા માટે એક ભયંકર દિવસની સજાનો ડર છે.
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તફસીર(સમજૂતી)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
સારો સામાન (مَّتَاعًا حَسَنًا-મતાએ હસનાઅ્) એટલે:-
આમતૌર પર જે ભૌતિક સામાનને કુરઆને સામાન્ય રીતે 'મતાએ ગુરૂર' (એટલે કે ભોગવિલાસ અને) ધોકાનો સામાન કહ્યું છે તેને અહીં 'મતાએ હસનાઅ્' કહેવામાં આવે છે. આનો અર્થ એ થયો કે જે લોકો આખિરત(પરલોક)થી ગાફેલ રહીને દુન્યવી સંપત્તિનો આનંદ માણે છે, તેના માટે આ સંપત્તિ "મતાએ ગુરૂર" એટલે કે ધોકાનો સામાન છે, કારણ કે એના પછી તો તેઓને ભયંકર પરિણામનો સામનો કરવો જ પડશે અને જે પણ આખિરત(પરલોક)ની તૈયારીની સાથે એેનો લાભ ઉઠાવશે તેના માટે આ થોડાક દિવસોની જીવન-સામગ્રી "મતાએ હસનાઅ્" છે કારણ કે તેણે અલ્લાહના આદેશો અનુસાર જીવન પસાર કર્યું છે.
ભયંકર દિવસથી આશય "કયામત" નો દિવસ... (અહસનુલ બયાન)