11:29 પયગંબરોનો મકસદ દુન્યવી સંપત્તિ એકઠી કરવાનો નહીં પરંતુ અલ્લાહની ખુશી છે.
પારા નંબર:- 12| (11). સુરહ હુદ
આયત નં.:- 29
=====================
وَيٰقَوۡمِ لَاۤ اَسۡــئَلُكُمۡ عَلَيۡهِ مَالًا ؕاِنۡ اَجۡرِىَ اِلَّا عَلَى اللّٰهِ وَمَاۤ اَنَا بِطَارِدِ الَّذِيۡنَ اٰمَنُوۡا ؕ اِنَّهُمۡ مُّلٰقُوۡا رَبِّهِمۡ وَلٰـكِنِّىۡۤ اَرٰٮكُمۡ قَوۡمًا تَجۡهَلُوۡنَ (29)
(29). અય મારી કોમવાળાઓ! હું આના બદલામાં તમારા પાસે કોઈ ધન નથી માંગતો, મારો બદલો તો ફક્ત અલ્લાહ પાસે જ છે, ન હું ઈમાનવાળાઓને પોતાના પાસેથી કાઢી શકુ છું, તેમને પોતાના રબને મળવાનું છે, પરંતુ હું જોઈ રહ્યો છું કે તમે લોકો મૂર્ખામી કરી રહ્યા છો.
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તફસીર(સમજૂતી)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
"કોઈ ધન નથી માંગતો" જેથી તમારા મનમાં કોઈ શંકા ન રહે કે પયગંબરના આ દાવાનો હેતુ દુન્યવી સંપત્તિ એકઠી કરવાનો છે. હું તો આ કામ માત્ર અલ્લાહના આદેશ પર અને તેની ખુશી માટે કરી રહ્યો છું, તે જ મને બદલો આપશે.
"ન હું ઈમાનવાળાઓને પોતાના પાસેથી કાઢી શકુ છું" આ ટુકડો એવું સૂચવે છે કે નૂહ(અ.સ)ની કોમના સરદારોએ પણ માંગ કરી હશે કે સમાજમાં નબળા(પછાત વર્ગ) માનવામાં આવતા લોકોને તેમની સાથે અથવા તેમની નજીકથી દૂર રાખવામાં આવે, જેમ કે મક્કાના સરદારોએ પયગંબર(ﷺ) ને આવી માંગ કરી હતી જેના પર અલ્લાહે કુરઆનની આ આયત અવતરિત કરી:
“હે પયગંબર! તે લોકોને પોતાનાથી દૂર ન કરજો જે સવાર સાંજ પોતાના રબને પોકારે છે" (સુરહ અન્આમ-52)
"પોતાની જાતને તે લોકો સાથે જોડી રાખો! જેઓ સવાર-સાંજ પોતાના રબને પોકારે છે અને તેની પ્રસન્નતા ચાહે છે, તમારી નજર તેમના પરથી હટાવીને બીજા કોઈની તરફ ન જવા દો." (સુરહ કહફ-28)
"તમે લોકો મૂર્ખામી કરી રહ્યા છો" એટલે કે અલ્લાહ અને તેના રસૂલના અનુયાયીઓનો તિરસ્કાર કરવો અને પછી તેમને નબીની નજદીકીથી દૂર રાખવાની માંગ કરવી, એ તમારી અજ્ઞાનતા છે.
પરંતુ આ લોકો તો એ લાયક છે કે એમને માન-સન્માન આપવામાં આવે ન કે દુર કરવામાં આવે.