11:28 નબી અને કાફિરોના જીવન વચ્ચેનો તફાવત...

 પારા નંબર:- 12| (11). સુરહ હુદ

આયત નં.:- 28
====================

قَالَ يٰقَوۡمِ اَرَءَيۡتُمْ اِنۡ كُنۡتُ عَلٰى بَيِّنَةٍ مِّنۡ رَّبِّىۡ وَاٰتٰٮنِىۡ رَحۡمَةً مِّنۡ عِنۡدِهٖ فَعُمِّيَتۡ عَلَيۡكُمۡؕ اَنُلۡزِمُكُمُوۡهَا وَاَنۡـتُمۡ لَـهَا كٰرِهُوۡنَ (28)
(28). નુહે(અ.સ.) કહ્યું: હે મારી કોમ!  (જુઓ) જો હું મારા પરવરદિગાર તરફથી સ્પષ્ટ દલીલ(પુરાવા) પર છું અને તેણે મને પોતાની તરફથી એવી રહમત(નબૂવ્વત) પણ આપી છે જે તમને દેખાતી નથી, તો શું અમે તમારા પર દબાણ કરી શકીએ?  (જેથી તમે ઈમાન લાવો) જ્યારે તમે તેને નાપસંદ કરો છો.
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તફસીર(સમજૂતી)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
શબ્દ "بَيِّنَةٍ" થી આશય ઈમાન અને યકીન છે અને રહમતથી આશય નબૂવ્વત, જેનાથી અલ્લાહ તઆલાએ હઝરત નૂહ અ.સ.ને નવાજ્યા હતાં.

"જે તમને દેખાતી નથી" એટલે કે તમે તેને જોવાથી આંધળા થઈ ગયા જેથી તમે તેની કદર ન ઓળખી અને ન તેને અપનાવ્યું પરંતુ તેને નકારતા રહ્યા અને વિરોધીઓમાં થઈ ગયા.

"જ્યારે તમે તેને નાપસંદ કરો છો" એટલે કે જ્યારે આ જ વાત છે તો માર્ગદર્શન અને રહમત તમારા હિસ્સામાં કેવી રીતે આવી શકે?   (અહસનુલ બયાન)

નબી અને કાફિરોના જીવન વચ્ચેનો તફાવત:

(આના પહેલાંની આયતમા જ્યારે કાફિરોએ નૂહ(અ.સ.) ને કહ્યું કે તમે અમારાં જેવા જ મનુષ્ય છો તો આ આયતમાં તેનો જવાબ આપ્યો છે.)

નૂહ (અ.સ.) એ જવાબ આપ્યો કે મારામાં અને તમારામાં તફાવત તો છે તે અલગ વાત છે કે તમારુ તફાવત પારખવાનું ધોરણ અલગ છે અને મારા મતે તે અલગ છે. 
મેં અલ્લાહ સિવાય ક્યારેય કોઈની બંદગી કરી નથી. અને હું હંમેશા સત્ય બોલું છું અને સત્યનું જ આમંત્રણ આપું છું.હું દરેક વ્યક્તિ પ્રત્યે સહાનુભૂતિ ધરાવતો છું. કોઈને દુઃખ નથી પહોંચાડતો. ન દગો કે ફરેબ કરું છું તદુપરાંત, અલ્લાહે મને નબુવ્વત આપીને પોતાની રહેમતથી નવાજ્યો પણ છે, જેથી કે મારા અને તમારા જીવનમાં જમીન-આસમાનનો ફરક છે, તેમ છતાં જો તમને કોઈ ફરક દેખાતો નથી, તો હું તમને સમજાવવા માટે દબાણ કેવી રીતે કરી શકું?  (તયસુરુલ કુરઆન)