11:27 સત્યના ઈન્કાર કરનારાઓ દરેક પયગંબરો પર આ જ વાંધો ઉઠાવતાં હતાં...
=====================
(11).સુરહ હુદ| પારા નંબર:- 12| આયત નં.:- 27|
=====================
فَقَالَ الۡمَلَاُ الَّذِيۡنَ كَفَرُوۡا مِنۡ قَوۡمِهٖ مَا نَرٰٮكَ اِلَّا بَشَرًا مِّثۡلَنَا وَمَا نَرٰٮكَ اتَّبَعَكَ اِلَّا الَّذِيۡنَ هُمۡ اَرَاذِلُــنَا بَادِىَ الرَّاۡىِۚ وَمَا نَرٰى لَـكُمۡ عَلَيۡنَا مِنۡ فَضۡلٍۢ بَلۡ نَظُنُّكُمۡ كٰذِبِيۡنَ (27)
(27). તો તેમની કોમના કાફિર સરદારોએ જવાબ આપ્યો કે, “અમે તો તમને અમારા જેવા મનુષ્ય જ જોઈએ છીએ, અને તમારા પેરોકારને પણ અમે જોઈએ છીએ કે તે લોકો સ્પષ્ટ રીતે નીચા(પછાત) લોકોના સિવાય બીજા કોઈ નથી જેઓ વિચાર્યા-સમજ્યા વગર (તમારૂ અનુસરણ કરી રહ્યા છે) અમે તો તમારી કોઈપણ શ્રેષ્ઠતા અમારા ઉપર નથી જોઈ રહ્યા, પરંતુ અમે તો તમને જૂઠા સમજીએ છીએ.
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તફસીર(સમજૂતી)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
આ એ જ શંકા છે, જેની અગાઉ ઘણી જગ્યાએ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, કાફિરોના નજીક એક મનુષ્યની સાથે-સાથે નબુવ્વત અને રિસાલત(સંદેશાવાહક)નો જમાવડો (હોવો) ખૂબ જ વિચિત્ર હતો, જેમ કે આજના બિદઅતી લોકોને તે વિચિત્ર લાગે છે એક પયગમ્બરને મનુષ્ય ન કહેવાય (પરંતુ મનુષ્યથી ઉપર ઉઠીને નૂર હોય છે) અને તેમના મનુષ્ય હોવાનો ઇન્કાર કરે છે.
હક(સત્ય)ના ઈતિહાસમાં દરેક યુગમાં એ વાત સામે આવી છે કે શરૂઆતથી જ જેમણે હકને અપનાવ્યું તે હંમેશા સમાજમાં નીચા ગણાતા લોકો છે અને ધનવાન અને સમૃદ્ધ વર્ગ તેના(એટલે કે હક)થી વંચિત રહેતા હોય છે. ત્યાં સુધી કે પછાત વર્ગના લોકો પયગંબરોના અનુયાયીઓનું પ્રતીક પણ બની ગયા.
તેથી જ તો જ્યારે રોમના રાજા હર્ક્યુલસે અબુ સુફયાનને પયગંબર વિશે પૂછ્યું, ત્યારે તેમણે તેમને એક વાત પણ પૂછી કે: "શું તેમના અનુયાયીઓ સમાજના માનનીય લોકો છે કે નબળા(પછાત) લોકો છે?"
અબુ સુફ્યાને જવાબ આપ્યો, "નબળા લોકો," જેના જવાબમાં હર્ક્યુલસે જવાબ આપ્યો, "પયગંબરોના અનુયાયીઓ નબળા(પછાત) લોકો જ હોય છે.(સહીહ બુખારી) અને કુરઆને પણ ઐ વાતનું સ્પષ્ટીકરણ કર્યું છે કે ધનાઢ્ય વર્ગ જ સૌપ્રથમ પયગંબરોને નકારતા હોય છે.
જેમ કે સુરહ ઝૂખરુફ આયત નં 23 માં હોય છે.
ઈમાનવાળાઓ અલ્લાહ અને તેના રસૂલના આદેશોના વિકલ્પમાં પોતાની બુદ્ધિ અને અભિપ્રાયનો ઉપયોગ કરતા નથી, તેથી જ કાફિરો માનતા હતા કે તેઓ બેઅકલ અને અજ્ઞાની છે કે અલ્લાહના રસુલ તેમને જે પણ માર્ગે ફેરવે છે, તેઓ તરતજ ફરી જાય છે અને જે વસ્તુઓથી રોકે છે તેનાથી રોકાઈ જાય છે. આ પણ ઈમાનવાળાઓની એક મોટી ખાસિયત છે. પરંતુ કાફિરોના નજીક આ ગુણ પણ "ઐબ(ખામી)" છે.