11:25-26 તમામ પયગંબરોની એક જ દાવત..."દાવત-એ-તૌહીદ"
وَلَقَدۡ اَرۡسَلۡنَا نُوۡحًا اِلٰى قَوۡمِهٖۤ اِنِّىۡ لَـكُمۡ نَذِيۡرٌ مُّبِيۡنٌۙ (25)
اَنۡ لَّا تَعۡبُدُوۡۤا اِلَّا اللّٰهَؕ اِنِّىۡۤ اَخَافُ عَلَيۡكُمۡ عَذَابَ يَوۡمٍ اَلِيۡمٍ (26)
(25). અને બેશક અમે નૂહ(અ.સ.)ને તેમની કોમ તરફ રસૂલ બનાવીને મોકલ્યા (તેમણે કહ્યું) કે: "હું તમને સ્પષ્ટ ચેતવણી આપનારો છું"
(26). કે તમે ફક્ત અલ્લાહની જ બંદગી કરો, મને તો તમારા ઉપર દુઃખદાયી અઝાબના દિવસનો ડર છે.”
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તફસીર(સમજૂતી)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
આ તે જ તૌહીદની દાવત છે જે દરેક નબીએ આવીને પોતાની કોમ ને આપી હતી, ફરમાવ્યું કે: "જેટલા પણ પયગંબર અમે આપના પહેલાં મોકલ્યા હતાં તેમની તરફ આ જ વહી કરવામાં આવી કે અલ્લાહ સિવાય કોઈ મઅબૂદ નથી તેથી અલ્લાહની જ બંદગી કરો. (સુરહ અંબિયા-૨૫)
"દુઃખદાયી અઝાબના દિવસનો ડર છે" એટલે કે જો મારા પર (એટલે કે પયગંબરો પર) ઈમાન ન લાવ્યા અને તેમની દાવતે તૌહીદનો અસ્વિકાર કર્યો તો અઝાબ-એ-ઈલાહીથી નહીં બચી શકો.