11:24 આંધળા-બ્હેરા અને જોતા અને સાંભળતાં નું દૃષ્ટાંત...
مَثَلُ الۡفَرِيۡقَيۡنِ كَالۡاَعۡمٰى وَالۡاَصَمِّ وَالۡبَـصِيۡرِ وَالسَّمِيۡعِ ؕ هَلۡ يَسۡتَوِيٰنِ مَثَلًا ؕ اَفَلَا تَذَكَّرُوۡنَ (24)
(24). આ બંને પક્ષોનું દૃષ્ટાંત આંધળા-બ્હેરા અને દેખતા અને સાંભળતાં જેવું છે, શું આ બંને સમાન હોઈ શકે છે ? શું પછી પણ તમે (આ દૃષ્ટાંત પરથી) કોઈ બોધ ગ્રહણ કરતા નથી ?
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તફસીર(સમજૂતી)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
પાછલી આયતો માં મોમિનો અને કાફિરો અને ભાગ્યશાળીઓ અને કમનસીબો બંનેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હવે અહીં બંનેનું ઉદાહરણ આપીને બંનેની વાસ્તવિકતાને વધુ સ્પષ્ટ કરવામાં આવી રહી છે. ફરમાવ્યું: "એકની ઉપમા બહેરા અને આંધળા જેવી છે અને બીજાની ઉપમા જોતા અને સાંભળતા જેવી છે."
એટલે કે કાફિરો આ દુનિયામાં સત્યની સુંદરતા જોવાથી વંચિત રહે છે અને પરલોકમાં મોક્ષના માર્ગથી, તેમજ સત્યની દલીલો સાંભળવાથી વંચિત રહે છે. આથી તેઓ એવી વાતોથી વંચિત રહે છે જે તેના માટે ઉપયોગી છે. તેનાથી વિપરિત, મોમિન સમજદાર છે, સત્યને જુએ છે અને સત્ય અને અસત્ય વચ્ચેનો ભેદ પારખે છે. તેથી તે સત્ય અને ભલાઈને અનુસરે છે, (સત્યની) દલીલો સાંભળે છે અને તેના દ્વારા શંકા દૂર કરે છે અને અસત્યને ટાળે છે.શું આ બંને સમાન હોઈ શકે? અહીં પૂછવાનો ભાવાર્થ નકારત્મક છે એટલે કે બંને સમાન ન હોઈ શકે.
તેવી જ રીતે અન્ય જગ્યાએ ફરમાવ્યું જન્નતી અને દોઝખી બરાબર ન હોય શકે (સુરહ હશર્-૨૦)
એક બીજી જગ્યાએ ફરમાવ્યું: આંધળો અને જોતો બરાબર નહીં, અંધારું અને અજવાળું, છાયડો અને તડકો નહીં, જીવિત અને મૃત બરાબર નહીં (સુરહ ફાતિર-૧૯,૨૦)