11:23 જ્યાં કાફિરોની વાત થાય ત્યાં ઈમાનવાળાઓની પણ ઉદાહરણ રજૂ થાય છે...
اِنَّ الَّذِيۡنَ اٰمَنُوۡا وَعَمِلُوا الصّٰلِحٰتِ وَاَخۡبَـتُوۡۤا اِلٰى رَبِّهِمۡۙ اُولٰٓئِكَ اَصۡحٰبُ الۡجَـنَّةِؕ هُمۡ فِيۡهَا خٰلِدُوۡنَ (23)
(23). બેશક જે લોકો ઈમાન લાવ્યા અને નેક અમલ(સદ્કાર્યો) કર્યા અને પોતાના રબના જ સામે ઝુકતા રહ્યા, આજ લોકો નિશ્ચિતપણે જન્નતવાળા છે અને જન્નતમાં તેઓ હંમેશાં રહેશે.
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તફસીર(સમજૂતી)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
અહીં વચ્ચે ઈમાનવાળોઓ અને તેમના ઈનામ વિષે આ આયત આવી છે તો આ અલ્લાહની એ સુન્નતના હિસાબે છે કે જ્યાં કાફિરો અને તેમના અંજામ નું વર્ણન આવે તો સાથે-સાથે ઈમાનવાળાઓ અને તેમના ઈનામ નું પણ વર્ણન આવે છે અને તેનાથી વિપરીત પણ.(એટલે કે ઈમાનવાળાઓ નું વર્ણન આવે તો કાફિરોનુ પણ વર્ણન કરવામાં આવે છે.)