11:22 સૌથી વધારે નુકસાન ઉઠાવનારાઓ...

 لَا جَرَمَ اَ نَّهُمۡ فِى الۡاٰخِرَةِ هُمُ الۡاَخۡسَرُوۡنَ (22)

(22). આમાં કોઈ શંકા નથી કે આખિરતમાં આ જ (લોકો) સૌથી વધારે નુકસાન ઉઠાવનારા છે.

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

 તફસીર(સમજૂતી)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

એક તે વ્યક્તિ જે અલ્લાહના કોઈ આદેશનું પાલન જ નથી કરતો તેને તો સજા કરવામાં આવશે. પણ એક બીજો વ્યક્તિ જે પાલન તો કરે છે પણ તેનો તરીકો ખોટો છે (અથવા અલ્લાહના જે નિયમો છે તેમાં પોતાની રીતે ફેરબદલ કરી દે છે) અને અન્યને પણ તેમાં શામેલ કરી લે છે તો સ્વાભાવિક છે કે એ ખોટા‌ તરીકા પણ ચાલનારાને વધુ ભોગવવું પડશે, જોકે તેણે ફેરફાર કરીને (પોતાનો) ભાર વધાર્યો જેથી તેને સજા વધારે મળે તો તેનાથી ‌વધીરે નુકસાન ઉઠાવનારો કોણ હોય શકે?