11:21 ઘડાયેલી બનાવટો ગુમ થઈ જશે...
اُولٰٓئِكَ الَّذِيۡنَ خَسِرُوۡۤا اَنۡفُسَهُمۡ وَضَلَّ عَنۡهُمۡ مَّا كَانُوۡا يَفۡتَرُوۡنَ (21)
(21). આ તે લોકો છે જેમણે સ્વયં પોતાને નુકસાન પહોંચાડ્યું છે, અને તેઓએ જે બનાવટો ઘડી રાખી હતી તે બધું જ તેમનાથી ગુમ થઈ ગયું
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તફસીર(સમજૂતી)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
અહીં, "બનાવટો ઘડી રાખી હતી" તેનાથી આશય "સસ્તી મુક્તિની માન્યતાઓ" છે. ઉદાહરણ તરીકે, જો આપણે ફલાણા બુઝુર્ગના મુરીદ થઈ જઈશું તો તેઓ આપણને અલ્લાહની પકડ અને તેના હિસાબકિતાબથી બચાવશે, અને આવી ઘણી જૂઠી કહાનીઓ હજી પણ મુસલમાનોમાં પ્રચલિત છે. જ્યારે આવા લોકો કયામતના દિવસની ભયાનકતા અને અલ્લાહની અદાલત અને સાક્ષીઓની જુબાનીના આધારે ગુનાઓની તપાસને જોશે, ત્યારે આવી બધી માન્યતાઓ તેમના મગજમાંથી આપોઆપ દૂર થઈ જશે.