11:20 કાન અને આંખો હોવા છતાંય સત્યને ન સ્વીકારવાનું પરિણામ...

 اُولٰٓئِكَ لَمۡ يَكُوۡنُوۡا مُعۡجِزِيۡنَ فِى الۡاَرۡضِ وَمَا كَانَ لَهُمۡ مِّنۡ دُوۡنِ اللّٰهِ مِنۡ اَوۡلِيَآءَ‌ ۘ يُضٰعَفُ لَهُمُ الۡعَذَابُ‌ ؕ مَا كَانُوۡا يَسۡتَطِيۡعُوۡنَ السَّمۡعَ وَمَا كَانُوۡا يُبۡصِرُوۡنَ (20)

(20). ન તેઓ દુનિયામાં અલ્લાહને હરાવી શક્યા અને ન તેમનો કોઈ રક્ષક અલ્લાહના સિવાય હશે, તેમના માટે અઝાબ બમણો કરવામાં આવશે, તેઓ ન તો સાંભળવાની તાકાત રાખતાં હતાં અને ન તો જોવાની.

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

 તફસીર(સમજૂતી)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

એટલે કે હક(સત્ય) પ્રત્યેનો તેમનો દ્વેષ અને તેમની નફરત એટલી હદે પહોંચી ગઈ હતી કે તેઓ હક(સત્ય)ને જોઈ અને સાંભળી પણ શકતા ન હતા અથવા તેનો અર્થ એ થાય કે અલ્લાહે તેમને કાન અને આંખો તો આપી હતી પરંતુ તેઓએ તેનાથી ન કશું સાંભળ્યું અને ન કશું જોયું. તેથી જ ફરમાવ્યું:


فَمَآ اَغْنٰى عَنْهُمْ سَمْعُهُمْ وَلَآ اَبْصَارُهُمْ وَلَآ اَفْــِٕدَتُهُمْ مِّنْ شَيْءٍ 

"ન તેમના કાનોએ તેમને કોઈ ફાયદો આપ્યો, અને ન તેમની આંખો અને દિલે" (સુરહ અહકાફ:-26)


કારણકે તેઓ હક(સત્ય) સાંભળવાથી બહેરા અને હક(સત્ય) જોવાથી આંધળા બનીને રહ્યા જેમ કે જહન્નમ(નર્ક) માં દાખલ થતી વખતે કહેશે:

 لَوْ كُنَّا نَسْمَعُ اَوْ نَعْقِلُ مَا كُنَّا فِيْٓ اَصْحٰبِ السَّعِيْرِ 

જો અમે સાંભળતા અને અકલથી કામ લેતાં તો આજે જહન્નમ(નર્ક) માં ન જતાં (સુરહ મુલ્ક:-10)