11:2 જમીન પરના ફસાદનો એક માત્ર ઉપાય છે તૌહીદની દાવત(આહવાન)

 اَلَّا تَعۡبُدُوۡۤا اِلَّا اللّٰهَ‌ ؕ اِنَّنِىۡ لَـكُمۡ مِّنۡهُ نَذِيۡرٌ وَّبَشِيۡرٌ (02)


(02). એ કે અલ્લાહના સિવાય કોઈની ઈબાદત ન કરો, હું(એટલે કે મુહમ્મદ ﷺ) તમને અલ્લાહ તરફથી ચેતવણી આપનાર અને ખુશખબર સંભળાવનાર છું.

      •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

           તફસીર(સમજૂતી)

      •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•


આ આયત પણ લા ઈલાહ ઈલ્લલ્લાહ ની જ સમજૂતી છે કે જ્યારે અલ્લાહ સિવાય કોઈ ઈલાહ એટલે કે મઅબૂદ નથી તો ઈબાદત પણ તેની જ કરવામાં આવે આ જ તે હુકમ છે જેનાથી તમામ પયગંબરો પોતાની દાવતની શરૂઆત કરે છે.

 

અને તે સ્પષ્ટ છે કે તમામ પયગંબરોનું આગમન એવા સમયે થયું હતું જ્યારે કે સમગ્ર વિશ્વ જુલમ અને જોરથી ભરેલું હતું. આ જુલમ-જોર કુફ્ર અને શિર્ક જેવી ગંદી માન્યતાઓ સાથે સંબંધ હોય કે પછી વ્યક્તિગત ભૂમિકા અથવા ખરાબ કરતૂતોથી, જો કે જમીન પરના જેટલા પણ ફસાદોના પ્રકારો છે તે તમામનો એકમાત્ર અને મૂળભૂત ઉપાય એ છે કે તેમને એક અલ્લાહની શુદ્ધ ઈબાદત (ઉપાસના) માટે આમંત્રિત કરવામાં આવે.

અને અલ્લાહનું સાચું જ્ઞાન તેમને આપવું જોઈએ, પછી જે લોકો આ દાવત(ઈમાન લાવવાનું આમંત્રણ) સ્વીકારવાનો ઇનકાર કરી દે તેઓને દુન્યવી અને આખરીત(પરલોક)માં તેમના ખરાબ પરિણામો વિષે ચેતવણી આપવામાં આવે, અને જેઓ દાવતનો સ્વીકાર કરે અને પોતાની શક્તિ અનુસાર સારા કાર્યો કરે છે તેમને દુન્યવી અને પરલોકમા સફળતાના સારા સમાચાર આપવા જોઈએ.