11:18 અલ્લાહ વિશે જુઠ્ઠું બોલવાના વિવિધ સ્વરૂપો...
وَمَنۡ اَظۡلَمُ مِمَّنِ افۡتَـرٰى عَلَى اللّٰهِ كَذِبًا ؕ اُولٰٓئِكَ يُعۡرَضُوۡنَ عَلٰى رَبِّهِمۡ وَ يَقُوۡلُ الۡاَشۡهَادُ هٰٓؤُلَاۤءِ الَّذِيۡنَ كَذَبُوۡا عَلٰى رَبِّهِمۡ ۚ اَلَا لَـعۡنَةُ اللّٰهِ عَلَى الظّٰلِمِيۡنَۙ (18)
(18). અને તેનાથી વધારે જાલિમ કોણ હોય શકે જે અલ્લાહ પર જૂઠ બાંધે? આવા લોકોને પોતાના રબની સામે હાજર કરવામાં આવશે અને બધા જ સાક્ષીઓ કહેશે કે આ એ લોકો જ છે જેમણે પોતાના રબ પર જૂઠ બાંધ્યું હતું, ખબરદાર! કે, અલ્લાહની લા'નત છે જાલિમો ઉપર.
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તફસીર(સમજૂતી)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
(જૂઠ બાંધવું કે પછી બીજા શબ્દોમાં કહીએ તો) "નિંદા", તેનો અર્થ એ છે કે કોઈ વસ્તુ (વિષેની વાત) પોતે ઘડી લેવી અને તેને અલ્લાહના જીમ્મે નાંખી દેવી અથવા તેને શરીઅતથી સાબિત કરવાનો પ્રયાસ કરવો આ કૃત્ય કબીરા ગુનાહ (ઘોર પાપ) છે. એમાંય નિંદાના ઘણા સ્વરૂપો છે, જેમકે દાખલા તરીકે, કોઈ હલાલ વસ્તુને હરામ અથવા હરામને હલાલ તરીકે જાહેર કરી લેવું અને તેના પર શરીઅતના નિયમને સાબિત કરવા, અથવા અલ્લાહના સિવાય અન્ય કોઈ બુઝર્ગ, પયગંબર અથવા ફકીર, પીર-બાબાઓને પોતાના નફા-નુકશાનના માલિક ગણવા અથવા એવું માનવું કે કયામતના દિવસે જ્યારે આપણે ગુનેગાર ઠેરવીશુ તો ત્યારે આ આપણા પીરો-બાબાઓમાં એટલી શક્તિ છે કે તેઓ આપણને બચાવી લેશે. આ બધી બાબતો શિર્ક અથવા તેના સમાન છે. આવા લોકોને કયામતના દિવસે કોઈ પણ પ્રકારની છૂટ આપવામાં આવશે નહીં અને સાક્ષીઓ(એટલે કે ફરિશ્તાઓ, કે પછી પોતાના શરીરના અંગો)ની ગવાહી લઈને આરોપી સાબિત કરીને સજા આપવામાં આવશે. જ્યારે બીજા અન્ય મોમિનો સાથે આવો વર્તાવ કરવામાં નહીં આવે પરંતુ અલ્લાહ તઆલા તેમને પૂછશે કે..., જેમ કે હદીસ આવે છે કે:
હદીસના અર્થઘટન પ્રમાણે "કયામતના દિવસે, અલ્લાહ એક મોમિનને તેના ગુનાહોની કબૂલાત કરાવશે કે તને માલૂમ છે કે તે આવા-તેવા ગુનાહ કર્યા છે તે મોમિન કહેશે હા, તે સાચું છે, પછી અલ્લાહ સર્વશક્તિમાન કહેશે: મેં તે ગુનાહોને દુનિયામાં પણ ઢાંકી દીધા હતા, જાઓ આજે પણ તે(ગુનાહ)ને માફ કરું છું. પરંતુ અન્ય લોકો અથવા કાફિરોનો મામલો એ હશે કે તેઓને સાક્ષીઓ સમક્ષ બોલાવવામાં આવશે અને સાક્ષીઓ સાક્ષી આપશે કે આ તે લોકો છે જેમણે પોતાના રબ પર જૂઠાણું ઘડ્યું હતું. (સહીહ બુખારી)
સાક્ષોઓ કોણ: સાક્ષીઓ એટલે કિરામન કાતેબીન(મનુષ્યો ના જીવનનો હિસાબ કિતાબ લખવા માટે દરેક સમયે તેની પાસે રહેતાં ફરિશ્તાઓ), અંબિયા પણ, નેક લોકો પણ, અને જ્યારે ગુનેગારો આ બધાની ગવાહી પછી પણ પોતાના ગુનાહનો અસ્વીકાર કરશે તો તેમના પોતાના શરીરના અંગો તેમના વિશે ગવાહી આપશે અને ગવાહી પછી જ ગુનેગારોને તેમના ગુનાહની સજા આપવામાં આવશે