11:17 બન્ને સાક્ષીઓના હોવા છતાં ઈમાન ન લાવનારા લોકો...

 اَفَمَنۡ كَانَ عَلٰى بَيِّنَةٍ مِّنۡ رَّبِّهٖ وَيَتۡلُوۡهُ شَاهِدٌ مِّنۡهُ وَمِنۡ قَبۡلِهٖ كِتٰبُ مُوۡسٰٓى اِمَامًا وَّرَحۡمَةً‌  ؕ اُولٰٓئِكَ يُؤۡمِنُوۡنَ بِهٖ‌ ؕ وَمَنۡ يَّكۡفُرۡ بِهٖ مِنَ الۡاَحۡزَابِ فَالنَّارُ مَوۡعِدُهٗ‌ ۚ فَلَا تَكُ فِىۡ مِرۡيَةٍ مِّنۡهُ‌ ۚ اِنَّهُ الۡحَـقُّ مِنۡ رَّبِّكَ وَلٰـكِنَّ اَكۡثَرَ النَّاسِ لَا يُؤۡمِنُوۡنَ (17)

(17). ભલા જે વ્યક્તિ પોતાના રબ તરફથી સ્પષ્ટ દલીલ પર હોય પછી તે જ રબ તરફથી એક સાક્ષી પણ એ જ વાત સંભળાવે અને એ જ વાત તેનાથી પહેલા મૂસા(અ.સ)ની કિતાબ (તોરાત) માં પણ છે જે (લોકોના માટે) માર્ગદર્શક અને કૃપા હતી (તો શું તે, એ વાતમાં શંકા કરી શકે છે?) આવા લોકો જ આના પર ઈમાન લાવે છે, અને (દરેક) જૂથો માંથી જે કોઈ આનો ઈન્કાર કરે તો તેના માટે દોઝખ(નર્ક)નો જ વાયદો છે જેથી તમે એ(વાત)માં (કંઈપણ) શંકા ન કરશો નિ:શક તે (વાત) તમારા રબ તરફથી સત્ય છે પછી પણ ઘણાંખરાં લોકો ઈમાન નથી લાવવાનાં.

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

 તફસીર(સમજૂતી)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

 ઇન્કાર કરનારા અને કાફિરોની તુલનામાં અહલે ફિતરત (પ્રકૃતિક લોકો) અને ઈમાનવાળાઓનુ વર્ણન કરવામાં આવી રહ્યું છે. પોતાના રબ તરફથી દલીલથી આશય તે ફિતરત(પ્રકૃતિ) છે જેના પર અલ્લાહે મનુષ્યોને પૈદા કર્યા અને તે છે અલ્લાહના એક હોવાની કબૂલિયત અને તેની જ ઈબાદત... જેમ કે નબી(ﷺ) નું ફરમાન છે : "દરેક બાળક ફિતરત(પ્રકૃતિ) પર જન્મે છે, પછી તેના માતાપિતા તેને યહૂદી, ખ્રિસ્તી અથવા મજૂસી બનાવે દે છે." (સહીહ બુખારી)


શબ્દ "يَتۡلُوۡهُ" નો અર્થ છે કે તેની પાછળ, એટલે કે તેની સાથે અલ્લાહ તરફથી એક સાક્ષી પણ હોય, સાક્ષીથી આશય કુરઆન કે મુહંમદ (ﷺ) છે, જે ફિતરત(સત્ય પ્રકૃતિ) તરફ બોલાવે છે અને તે તરફ નિર્દેશ કરે છે અને આનાથી પહેલા હઝરત મૂસા(અ.સ.) ની કિતાબ તૌરાત પણ , જે પેશવા(અગાઉ થઈ ગયેલ) પણ છે અને કૃપાની સબબ પણ છે અર્થાત્ મૂસાની કિતાબ પણ  કુરઆન પર ઈમાન લાવવાનું માર્ગદર્શન કરે છે.

મતલબ એ કે એક તે વ્યક્તિ જે ઇન્કારી અને કાફિર છે તેમજ તેની તુલનામાં એક બીજો વ્યક્તિ પણ છે, જે અલ્લાહ તરફથી દલીલ પર કાયમ છે તેના પર ‌એક સાક્ષી (કુરઆન કે પયગંબરે ઈસ્લામ) પણ છે, એવી જ રીતે એનાથી પહેલાં અવતરિત થનારી કિતાબ તૌરાતમાં પણ તેના માટે નેતૃત્વનો ખયાલ કરવામાં આવ્યો છે અને તે તેના પર  ઈમાન લઈ આવે છે તો શું આ બન્ને વ્યક્તિ બરાબર હોય શકે છે ? કારણ કે એક મોમિન છે તો બીજો કાફિર, એક તમામ પ્રકારની દલીલોથી સજ્જ અને બીજો સાવ ખાલી છે.


"આના પર ઈમાન લાવે છે" એટલે કે જેની અંદર ઉપરોક્ત લક્ષણો હશે તે કુરઆન અને નબી પર ઈમાન લાવશે.


બધા સંપ્રદાયોથી આશય જમીન પરના તમામ ધર્મો, યહૂદીઓ, ખ્રિસ્તીઓ, પારસીઓ, બૌદ્ધો, મજૂસી, બહુદેવવાદીઓ અને નાસ્તિકો વગેરે..., જે કોઈ પણ પયગંબર મુહમ્મદ (ﷺ) ઈમાન લાવતા નથી, તેમનું ઠેકાણું નરક છે. આ એ જ વર્ણન છે જેનો હદીષમાં પણ ઉલ્લેખ છે: “કસમ છે તે જાતની જેના હાથમાં મારા પ્રાણ છે આ ઉમ્મતના જે પણ યહૂદી અથવા ખ્રિસ્તીઓએ મારી નબૂવત વિશે સાંભળ્યું અને પછી તે મારા પર ઈમાન ન લાવ્યા, તો તે નરકમાં જશે. (સહીહ મુસ્લિમ, કિતાબુલ ઈમાન)


આ જ ઉલ્લેખ સૂરહ બકરહ આયત નં 62 અને સુરહ નિસાઅ આયત નં 150, 152 માં પણ આવી ગયો છે.


"ઘણાંખરાં લોકો ઈમાન નથી લાવવાના" એટલે કે: ઉલ્લેખનીય છે કુરઆનમાં અલગ અલગ જગ્યાએ વર્ણવામાં આવે છે કે: "તારી ખ્વાહિશ હોવા છતાય ઘણાંખરાં લોકો ઈમાન નહીં લાવે (સૂરહ યુસુફ-103)


ઈબ્લીસે પોતાનુ ગુમાન સાચું કરીને બતાવ્યું, મોમિનોના એક જૂથ સિવાય, બધા જ તેના પેરોકાર બની ગયા. 

(સુરહ સબા-20)