11:15-16 આ જગતમાં સારાં કાર્યો કરનારા કાફિરોને આખિરત(પરલોક)માં સજા કેમ?
مَنۡ كَانَ يُرِيۡدُ الۡحَيٰوةَ الدُّنۡيَا وَ زِيۡنَتَهَا نُوَفِّ اِلَيۡهِمۡ اَعۡمَالَهُمۡ فِيۡهَا وَهُمۡ فِيۡهَا لَا يُبۡخَسُوۡنَ (15)
اُولٰٓئِكَ الَّذِيۡنَ لَـيۡسَ لَهُمۡ فِىۡ الۡاٰخِرَةِ اِلَّا النَّارُ ۖ وَحَبِطَ مَا صَنَعُوۡا فِيۡهَا وَبٰطِلٌ مَّا كَانُوۡا يَعۡمَلُوۡنَ (16)
(15). જે વ્યક્તિ દુનિયાનું જીવન અને તેના વૈભવના ખૂબ અભિલાષી છે તો અમે આવા લોકોને દુનિયામાં જ તેમના કર્મોનો પૂરેપૂરો બદલો આપી દઈએ છીએ અને દુનિયામાં તેમને કોઈ કસર બાકી રહેવા દેતા નથી.
(16). આવા લોકો જ છે જેમને આખિરતમાં આગ સિવાય કંઈ જ નથી. અને જે કંઈ તેમણે દુનિયામાં કર્યું ત્યાં તે બધું જ બેકાર છે અને જે કંઈ તેમના કર્મો હતા તે બધા નાશ થનારા છે.
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તફસીર(સમજૂતી)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
કેટલાક લોકો માને છે કે ઉપરોક્ત બે આયતોમાં રિયાકાર (દંભી) લોકોનો ઉલ્લેખ છે, તો કેટલાક કહે છે કે આમાં યહૂદીઓ અને ખ્રિસ્તીઓનો ઉલ્લેખ છે અને કેટલાક કહે છે કે આમાં દુનિયાની તલબ રાખનારાઓનો ઉલ્લેખ છે. કારણ કે દુનિયાદાર લોકો પણ સારા કાર્યો કરે છે, અલ્લાહ સર્વશક્તિમાન તેમને તેમના કર્મોનો બદલો દુનિયામાં જ આપી દે છે, આખિરતમાં તેમના માટે યાતના સિવાય બીજું કંઈ જ નથી. આ જ વિષયનો ઉલ્લેખ સૂરહ બની ઈસરાઈલ આયત નં 18-21 માં કરવામાં આવ્યો છે. (અહસનુલ બયાન)
આયત નં 15 અને 16 માત્ર કાફિરોને જ નહીં પણ મુસલમાનોને પણ સંબોધવામાં આવે છે અને તેમાં જે કાયદો જણાવવામાં આવ્યો છે તે બધાને સમાન રીતે લાગુ પડે છે અને જે માત્ર દુન્યવી લાભ માટે સારા કાર્યો કરે તેને આ જગતમાં જ સંપૂર્ણ બદલો આપી દેવામાં આવશે, પરંતુ પરલોકમાં તેને કોઈ ઈનામ નહીં, પરંતુ નરકની યાતના મળશે.
અહીં આપણે તેનું ઉદાહરણ રજૂ કરીએ, ઉદાહરણ તરીકે, જો કોઈ કાફિર તેના ધંધામાં જૂઠું બોલવાનું અને છેતરપિંડી કરવાનું ટાળે છે અને પ્રમાણિકતાથી કામ કરે છે, એ પરિણામ ધારીને કે પોતાનો ધંધો આગળ વધે તો તે ચોક્કસ સમૃદ્ધ થશે. અને જો આ પ્રમાણે એક મુસ્લિમ કરે અને જુઠ્ઠાણા અને છેતરપિંડીથી દૂર રહે છે એ હેતુથી કે તે અલ્લાહનો આદેશ છે, તો તેનો ધંધો સમૃદ્ધ પણ થશે અને અલ્લાહની આજ્ઞાપાલનનો બદલો પરલોકમાં પણ મળશે.
આનું બીજું ઉદાહરણ મુસ્લિમની હદીસ છે જે રિયાકારી(દંભ)ના પ્રકરણ સાથે સંબંધિત છે કે કયામતના દિવસે એક રિયાકાર(દંભી) દુન્યવી આલિમને અલ્લાહ સમક્ષ રજૂ કરવામાં આવશે. અલ્લાહ તેના પર પોતાનો એહસાન જતાવીને કહેશે કે તે દુનિયામા શું નેક અમલ કર્યો? તે કહેશે, "મેં તારા માટે દિન(ધર્મ)નું જ્ઞાન શીખ્યું અને લોકોને શીખવાડ્યું." તો (અલ્લાહ) કહેશે: "તું જૂઠું બોલી રહ્યો છું, તને દુનિયામાં લોકો મહાન આલિમ(વિદ્વાન) કહે એ માટે આ અમલ કર્યો અને તને લોકોએ દુનિયામાં મહાન વિદ્વાન કહ્યો અને તને તારા કર્મોનો પૂરો બદલો દુનિયા મળી ગયો હવે મારી પાસે તારા માટે કોઈ બદલો નથી. પછી ફરિશ્તાઓને આદેશ આપવામાં આવશે કે: તેને નરકમાં નાખી દો. એવી જ રીતે રિયાકાર(દંભી) સખી(દાનવીર) અને મુજાહિદને પણ એ જ સવાલ-જવાબ અને એ જ સજા આપવામાં આવશે. (મુસ્લિમ, કિતાબુલ-અમારત)
અહીં પ્રશ્ન એ થાય છે કે એક કાફિર દુનિયામાં શુદ્ધ જીવન જીવે છે, લોકોને ફાયદો આપે છે, પોતાનો ધંધો ઈમાનદારીથી કરે છે, ઈસ્લામ વિરોધી પ્રવૃતિઓમાં ભાગ નથી લેતો, તો સમજી શકાય કે તે દુનિયામાં શ્રેષ્ઠ છે અને તેને તેના કર્મોનું ફળ દુનિયામાં આપવામાં આવશે પરંતુ પરલોકમાં કંઈપણ આપવામાં આવશે નહીં તદ્ઉપરાંત નરકની સજા કયા ગુના હેઠળ થશે?
તો જવાબ એ છે કે આ સજા માટેનો મુખ્ય ગુનો એ છે કે તે અલ્લાહ અને અલ્લાહ તરફથી હદ લાગું થયા પછી અને અંતિમ દિવસ પર ઈમાન નથી લાવ્યો. આવો વ્યક્તિને કોઈ પણ કામમાં અલ્લાહની ખુશી નથી ચાહતો કે ન તેના ઉપકાર માટે આભારી હોય છે અને અલ્લાહની મર્યાદાઓનું ધ્યાન રાખી શકતો નથી, (તેથી જ એક ઈમાનવાળો અને ઈમાન ન લાવનારો બંનેના જીવનના માર્ગો અલગ-અલગ છે.) આ ગુનાહ માટે તેને આગની યાતના આપવામાં આવશે.
મક્કાના કાફિરો એવી દલીલો પણ આપતા હતા કે અમે મુસાફરોને ખવડાવીએ છીએ, અનાથોનું પાલન-પોષણ કરીએ છીએ, ભૂખ્યાઓનુ ધ્યાન રાખીએ છીએ, રસ્તાઓ પર કૂવાઓ ખોદીએ છીએ, છાંયડાવાળા વૃક્ષો વાવીએ છીએ અને ઘણા સારા કાર્યો પણ કરીએ છીએ જે કબૂલ પણ થાય છે અને આવા કાર્યોથી અમે દુનિયામાં સમૃદ્ધ થઈએ છીએ, સંતાન અને સંપત્તિમા બરકત અને શાંતિ અને સારૂં આરોગ્ય નસીબ થાય છે, આટલું જ અમારા માટે પૂરતું છે, તો પછી કુરઆનનું