11:14 પડકાર સ્વીકારી નથી શકતા તો પછી શરણાગતિ માં શાની રાહ જુઓ છો?
فَاِلَّمۡ يَسۡتَجِيۡبُوۡا لَـكُمۡ فَاعۡلَمُوۡۤا اَنَّمَاۤ اُنۡزِلَ بِعِلۡمِ اللّٰهِ وَاَنۡ لَّاۤ اِلٰهَ اِلَّا هُوَۚ فَهَلۡ اَنۡتُمۡ مُّسۡلِمُوۡنَ (14)
(14). પછી જો તેઓ તમારી વાતને કબૂલ ન કરે, તો તમે નિશ્ચિત રૂપે જાણી લો કે આ કુરઆન અલ્લાહના ઈલ્મ સાથે અવતરિત થયું છે અને એ કે અલ્લાહ સિવાય કોઈ, મા'બૂદ(પૂજ્ય) નથી, તો શું તમે મુસલમાન થાઓ છો?
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તફસીર(સમજૂતી)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
એટલે કે, તમે આ પડકારનો જવાબ ન આપી શકતાં હોવા છતાં પણ એ માનવા તૈયાર નથી કે આ કુરઆન અલ્લાહ દ્વારા જ અવતરિત કરવામાં આવ્યું છે અને ન મુસલમાન બનવા તૈયાર છો?