11:13 અલ્લાહનો ચૅલેન્જ... કુરઆન જેવી‌ સુરહ બનાવીને બતાવો...

 اَمۡ يَقُوۡلُوۡنَ افۡتَـرٰٮهُ‌ ؕ قُلۡ فَاۡتُوۡا بِعَشۡرِ سُوَرٍ مِّثۡلِهٖ مُفۡتَرَيٰتٍ وَّ ادۡعُوۡا مَنِ اسۡتَطَعۡتُمۡ مِّنۡ دُوۡنِ اللّٰهِ اِنۡ كُنۡتُمۡ صٰدِقِيۡنَ (13)

(13). અથવા તેઓ એવું કહે કે તેણે આ કુરઆનને જાતે જ ઘડી લીધું છે (તો) તમે તેમને કહી દો કે: જો તમે પોતાના દાવા માં સાચા છો તો તમે પણ આના જેવી દસ સુરહઓ ઘડી લાવો અને અલ્લાહના  સિવાય જેને પણ બોલાવી શકો બોલાવી લો.

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

 તફસીર(સમજૂતી)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

મક્કાના કુરૈશીઓનો આપની નબૂવતનો ઇનકાર કરવામાં એક વાંધો એ હતો કે આ કુરઆન અલ્લાહ દ્વારા ક્યાં અવતરિત છે? આ તો તમારી પોતાની રચના છે. આના જવાબમાં અલ્લાહ તઆલાએ તેમને પડકાર ફેંક્યો કે જો તમે તમારા દાવા પર સાચા છો તો તમે પણ આવી જ દસ સુરહઓ બનાવીને બતાવો. નોંધનીય રાખો કે અહીં તો કાફિરોને દસ સૂરહઓ બનાવવાનું કહેવામાં આવ્યું છે, જ્યારે કે સૂરહ યુનુસની આયત નં 37, 38માં માત્ર એક જ સૂરહ બનાવવાની માંગ કરવામાં આવી છે જેનો મતલબ એ છે કે સૂરહ હુદ પછી સૂરહ યુનુસ અવતરિત થઈ હતી. એ જ રીતે, સૂરા બકરહની આયત નંબર 23 માં માત્ર એક જ સૂરહ બનાવવાની માંગ કરવામાં આવી છે અને તે સુરહ હુદ અને સુરહ યુનુસ પછી અવતરિત થઈ છે. આ બન્ને સુરહઓ મક્કી છે. જ્યારે કે, સુરહ બકરહ એ મદની સુરહઓમાંની પ્રથમ છે. કુરઆન જેવી સુરહ બનાવવાનો પડકાર અને કુરઆનની વિશિષ્ટ વિશેષતાઓ અંગેની વિગતો માટે, સુરહ બકરહની આયત નં 23 જુઓ.