11:11 સુખમાં શુક્ર અને દુઃખમાં સબ્ર...આવો અનોખો ગુણધર્મ મોમિનને જ નસીબ થાય છે.
اِلَّا الَّذِيۡنَ صَبَرُوۡا وَعَمِلُوا الصّٰلِحٰتِؕ اُولٰٓئِكَ لَهُمۡ مَّغۡفِرَةٌ وَّاَجۡرٌ كَبِيۡرٌ (11)
(11). સિવાય તે લોકો જેઓ સબ્ર(ધીરજ) રાખે છે અને સારા કાર્યો કરતા રહે છે. તે લોકો જ માટે માફી પણ છે અને ખૂબજ મોટો બદલો(ઈનામ) પણ.
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તફસીર(સમજૂતી)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
અહલે ઈમાન રાહત કે ફુરસત હોય અથવા તંગી કે તકલીફ બંને પરિસ્થિતિઓમાં અલ્લાહના આદેશ અનુસાર વર્તે છે અને તે મુજબ કર્મ કરે છે, જેમ કે હદીસમાં જણાવવામાં આવ્યું છે, પયગમ્બર(ﷺ)એ કસમ ખાઈને કહ્યું: કસમ છે તે જાતની જેના હાથમાં મારા પ્રાણ છે અલ્લાહ તઆલા મોમિન માટે જે પણ ફેંસલો કરે છે, એમાં તેમના માટે બહેતરી હોય છે. જો તેને કોઈ રાહત પહોંચે છે તો તેના પર અલ્લાહનો શુક્ર અદા કરે છે અને જો કોઈ મુશ્કેલી આવે છે તો તે ધીરજ રાખે છે આ પણ તેના માટે વધુ સારું છે. (એટલે કે ષવાબ છે) આ ગુણધર્મ એક મોમિન સિવાય અન્ય કોઈને મળતો નથી. (સહીહ મુસ્લિમ, કિતાબુલ ઝુહદ) અને એક બીજી હદીસમાં છે કે મોમિનને જે પણ ફિક્રો-ગમ અને તકલીફ પહોંચે છે ત્યાં સુધી કે તેને કાંટો પણ ચૂભે છે તો અલ્લાહ તઆલા તેના લીધે તેની ગલતીઓ માફ કરી દે છે. (મુસનદ અહમદ, જીલ્દ-03, સફા નં-04) સુરહ મઆરિજ ની આયત નં:- 19 અને 22 માં પણ આનું વર્ણન છે.